Pilot Maitri Patel with CM

Pilot Maitri Patel: અમેરિકામાં પ્રશિક્ષણ મેળવીને સૌથી નાની ૧૯ વર્ષની વયે પાઈલોટ બનનાર કિસાન દીકરી મૈત્રી પટેલ

Pilot Maitri Patel: ઓલપાડની કિસાન દીકરી મૈત્રી પટેલને શુભેચ્છાઓ આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

સુરત, ૦૭ સપ્ટેમ્બર: Pilot Maitri Patel: અમેરિકામાં પ્રશિક્ષણ મેળવીને ૧૯ વર્ષની સૌથી નાની વયે મહિલા કોમર્શિયલ પાઈલોટ બનનાર સુરતના ઓલપાડની કિસાન દીકરી અને ગુજરાતનું ગૌરવ મૈત્રી પટેલને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે અભિનંદન આપીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી.

આ પણ વાંચો…Love story: એક જ યુવાન જોડે પરણવા તેની બે પ્રેમિકાઓ જીદે ચડી; પછી યુવકે ઉછાળવો પડ્યો સિક્કો. જાણો શું છે કિસ્સો

Pilot Maitri Patel with CM Vijay Rupani

ઉલ્લખનીય છે કે, ઓલપાડના શેરડી ગામના મુળ વતની અને હાલમાં ઓલપાડ ખાતે રહેતા ખેડૂત શ્રી કાંતિભાઈ પટેલની દીકરી મૈત્રીએ સુરતમાં ધો.૧૨ નો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ અમેરિકામાં કુલ ૧૮ માસની પાઈલોટની તાલીમ માત્ર ૧૧ મહિનામાં સફળતાપૂર્વક પૂર્ણ કરીને ૧૯ વર્ષની વયે કોમર્શિયલ વિમાન ઉડાવવા માટેનું લાયસન્સ મેળવીને ભારતમાં સૌથી નાની ઉંમરની પાઈલોટ બનવાની સિદ્ધિ મેળવી હતી.

Advertisement

આ મુલાકાત પ્રસંગે પાઈલોટ મૈત્રી પટેલના માતા-પિતા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ વ્યવસાયિક સેલના સંયોજક કરસનભાઈ ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj