Fake ghee

Fake ghee: કણભા પોલીસે લાખો રૂપિયાના નકલી ઘીનો જથ્થો ઝડપી પાડયો, 3 વ્યક્તિની ધરપકડ કરી

Fake ghee: પ્રખ્યાત કંપનીના લેબલ મારી નકલી ઘીનું વેચાણ કરતા, ત્રણની ધરપકડ

અમદાવાદ, 08 સપ્ટેમ્બરઃ Fake ghee: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બાકરોલ બુજરંગ ગામની સીમમાં આવેલ એક ગોડાઉનમાં બાતમીનાં આઘારે છાપો મારી આવેલ કણભા પોલીસે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડયો છે. નકલી ઘી અમુલ જેવા બ્રાંન્ડેડ કંપનીનાં પાઉચ તેમજ ડબ્બામાં ભરી વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે 900 લીટર નકલી ઘીના જથ્થા સાથે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ પણ વાંચોઃ RTO Work: ગામડાઓમાં રહેતા લોકોએ હવે RTOના કામ પતાવવા શહેરોમાં ધક્કા ખાવાની જરૂર નહીં પડે, ત્યાં પણ શરૂ થશે આ કામગીરી

કણભા પોલીસ વિસ્તારમાં આવેલ બુજરંગ ગામની સીમમાં આવેલ ગોપાલ ચરણ ઇન્ડસ્ટ્રીયલ હબ 1 ખાતે આવેલ ગોડાઉનમાં નિકોલ ખાતે રહેતો નેમાભાઇ માળી નકલી ઘી નો વેપલો કરતો હોવાની બાતમી કણભા પોલીસને મળી હતી. આ અંગેની બાતમી મળતા કણભાના PSI આર.એસ શેલાણા તેમજ તેમની ટીમે રેડ પાડી 900 લીટર નકલી ઘીના જથ્થા સાથે ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી. પ્રખ્યાત અમુલ બ્રાન્ડના લેબલ મારી નકલી ઘી વેંચાતુ હતું.

814aad51 4957 4db5 a3c4 d840edef2735 edited

આ મામલે પોલીસે નકલી ઘીના જથ્થા સાથે 5.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી નેમાભાઇ નકલી, કરન સિસોદિયા, તેમજ વિક્રમ ચૌહાણતેમજ વિક્રમ ચૌહાણની ધરપકડ કરી વઘુ તપાસ હાથ ઘરી છે.

Whatsapp Join Banner Guj