Remarriage

Love story: એક જ યુવાન જોડે પરણવા તેની બે પ્રેમિકાઓ જીદે ચડી; પછી યુવકે ઉછાળવો પડ્યો સિક્કો. જાણો શું છે કિસ્સો

Love story: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મામલામાં લગ્ન પહેલાં બે યુવતીઓ જોડે અફેર કરવાનું આ યુવકને ભારે પડ્યું. બન્ને પ્રેમિકાઓ યુવાન જોડે પરણવા એક સાથે આવી.

અમદાવાદ , ૦૭ સપ્ટેમ્બર: Love story: લગ્નએ જીવનની સહુથી મોટી ઘટના છે. ઘણીવાર આપણી આસપાસ લગ્નના વિચિત્ર કિસ્સાઓ બનતા રહે છે. તાજેતરમાં જ કર્ણાટકમાં એક કિસ્સો બન્યો છે જેમાં એક યુવક સાથે લગ્ન કરવા માટે બે યુવતીઓ જીદે ચડી ગઈ પછી યુવકે ટૉસ કરીને પોતાની લાડીને પસંદ કરી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મામલામાં લગ્ન પહેલાં બે યુવતીઓ જોડે અફેર કરવાનું આ યુવકને ભારે પડ્યું. બન્ને પ્રેમિકાઓ યુવાન જોડે પરણવા એક સાથે આવી. વરરાજા બન્નેને જોઈને કન્ફ્યુઝ થઈ ગયો. ત્યારબાદ યુવકે પોતાનો પ્રેમ બન્ને માટે કબૂલ કરતા કહ્યું કે તેને બન્ને છોકરીઓ ગમે છે પણ લગ્ન એકની સાથે જ કરી શકશે. પછી યુવકે સિક્કો નીકાળી ટૉસ કર્યો અને પોતાની જીવનસાથી ફાઇનલ કરી.

આ પણ વાંચો…RTO Work: ગામડાઓમાં રહેતા લોકોએ હવે RTOના કામ પતાવવા શહેરોમાં ધક્કા ખાવાની જરૂર નહીં પડે, ત્યાં પણ શરૂ થશે આ કામગીરી

જાણકારી મુજબ આ યુવાનનું બન્ને યુવતીઓ જોડે અફેર હતું. આ વાતથી અજાણ યુવતીઓએ તેની સાથે લગ્ન કરવાનું સપનું સેવી લીધું. અચાનક બન્નેને યુવક દગો આપે છે તેવી જાણ તેમને થઈ પણ યુવતીઓએ બ્રેકઅપ કરવાને બદલે યુવક જોડે લગ્ન કરવાનું નક્કી કર્યું.

Whatsapp Join Banner Guj