Pm modi launches new series of coins

Pm modi launches new series of coins: PM મોદીએ આપી દેશવાસીઓને મોટી ભેટ, 1- 2- 5-10 અને 20 રૂપિયાના સિક્કાઓની નવી સિરીઝ લોન્ચ કરી – વાંચો વિગત

Pm modi launches new series of coins: નાણા અને કોર્પોરેટ કાર્ય મંત્રાલય 6થી 11 જૂન સુધી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આઈકોનિક સમારોહ આયોજિત કરશે

નવી દિલ્હી, 06 જૂનઃ Pm modi launches new series of coins: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નાણા અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના ‘આઈકોનિક વીક સમારોહ’નુ ઉદ્ધાટન કર્યુ. આ અવસરે તેમણે 1,2,5,10 અને 20 રૂપિયાના સિક્કાની નવી સિરીઝ પણ જારી કરી. આ સિક્કા આઝાદીના અમૃત મહોત્સવને સમર્પિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાને આ અવસરે કહ્યુ કે આ સિક્કા સતત લોકોને અમૃત કાળના લક્ષ્યોની યાદ અપાવશે અને તેમને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરશે. 

વડાપ્રધાને આ કાર્યક્રમમાં હાજર નાણા અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના અધિકારીઓ, કર્મચારીઓને કહ્યુ, આપ સૌ આ વારસાનો ભાગ છો. દેશના સામાન્ય જન ના જીવનને સરળ બનાવવુ હોય, કે દેશની અર્થવ્યવસ્થાને સશક્ત કરવાની હોય, છેલ્લા 75 વર્ષોમાં અનેક સાથીઓએ આમાં ખૂબ યોગદાન આપ્યુ છે. વીતેલા વર્ષોમાં નાણા મંત્રાલય અને કોર્પોરેટ મંત્રાલયે પોતાના કાર્યો દ્વારા, યોગ્ય સમયે સાચા નિર્ણયો દ્વારા પોતાનો એક વારસો બનાવ્યો છે. એક શ્રેષ્ઠ સફર નક્કી કરી છે. 

નાણા અને કોર્પોરેટ કાર્ય મંત્રાલય 6થી 11 જૂન સુધી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આઈકોનિક સમારોહ આયોજિત કરશે. આ દરમિયાન કોર્પોરેટ કાર્ય મંત્રાલય અને નાણા મંત્રાલયનો પ્રત્યેક વિભાગ પોતાના સમૃદ્ધ ઈતિહાસ અને વારસાની સાથે-સાથે આવનારા પડકારનો સામનો કરવા માટે તત્પરતાનુ પ્રદર્શન કરશે.

Advertisement

આ પણ વાંચોઃ First standard English compulsory in Gujarat: શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત, નવા સત્રથી થશે અમલ

આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રેડિટ લિંક્ડ સરકારી યોજનાઓ માટે જન સમર્થ પોર્ટલ શરૂ કર્યુ. આ પોર્ટલ અલગ-અલગ યોજનાઓને એક જ મંચ પર ઉપલબ્ધ કરાવશે. આ પોતાનામાં પહેલુ એવુ પોર્ટલ હશે જે લાભાર્થીઓને ઋણદાતાઓ સાથે જોડશે. 

પીએમ મોદીએ કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યુ, આજે અહીં રુપિયાની ગૌરવશાળી યાત્રાને પણ દર્શાવાઈ છે. આ સફરથી પરિચિત કરાવનારી ડિજિટલ પ્રદર્શની પણ શરૂ થઈ અને આઝાદીના અમૃત મહોત્સવ માટે સમર્પિત નવા સિક્કા પણ જારી થયા. આઝાદીના લાંબા સંઘર્ષમાં જેણે પણ ભાગ લીધો, તેણે આ આંદોલનમાં નવા આયામને જોડ્યુ. 

Advertisement

આઝાદીનો આ અમૃત મહોત્સવ માત્ર 75 વર્ષોનો ઉત્સવ નથી પરંતુ આઝાદીના નાયક, નાયિકાઓએ આઝાદ ભારત માટે જે સપના જોયા હતા, તે સપનાને પરિપૂર્ણ કરવા, તે સપનામાં નવુ સામર્થ્ય ભરવા અને નવા સંકલ્પોને લઈને આગળ વધવાની પળ છે. ભારતે પણ છેલ્લા આઠ વર્ષોમાં અલગ-અલગ આયામો પર કામ કર્યુ છે. આ દરમિયાન દેશમાં જે જનભાગીદારી વધી, તેમણે દેશના વિકાસને ગતિ આપી છે. દેશના ગરીબથી ગરીબ નાગરિકને સશક્ત કર્યા છે.

તેમણે છેલ્લા 8 વર્ષોમાં પોતાની સરકારની સિદ્ધિઓને ગણાવતા કહ્યુ, સ્વચ્છ ભારત અભિયાને ગરીબને સન્માનથી જીવવની તક આપી. પાક્કા ઘર, વિજળી, ગેસ, પાણી, મફત સારવાર જેવી સુવિધાઓએ ગરીબની ગરિમા વધારી, સુવિધા વધારી. કોરોના કાળમાં મફત રાશનની યોજનાએ 80 કરોડથી વધારે દેશવાસીઓને ભૂખની આશંકાથી મુક્તિ અપાવી. સૌથી મોટી વાત દેશના લોકોમાં અભાવથી બહાર નીકળીને સપના જોવા અને તેને સાકાર કરવાની નવી હિંમત અમને જોવા મળી. 

Advertisement

દેશની અડધી વસતી જે દેશના વિકાસના વિમર્શથી, ફોર્મલ સિસ્ટમથી વંચિત હતી. તેનુ ઈન્કલૂજન અમે મિશન મોડમાં કર્યુ. નાણાકીય સમાવેશનનુ આટલુ મોટુ કામ, આટલા ઓછા સમયમાં દુનિયામાં ક્યાંય થયુ નથી. આજે 21મી સદીનુ ભારત પીપલ-સેન્ટ્રિક ગવર્નેંસ એપ્રોચની સાથે આગળ વધવાનુ છે.

આ પણ વાંચોઃ Start a business with a post office: ફક્ત 5000 રૂપિયા જમા કરી પોસ્ટ ઓફિસ સાથે શરૂ કરો બિઝનેસ, દર મહિને કમાવો 1 લાખ રૂપિયા

Gujarati banner 01

Advertisement