jitu vaghani

First standard English compulsory in Gujarat: શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત, નવા સત્રથી થશે અમલ

First standard English compulsory in Gujarat: ગુજરાતમાં હવેથી ધોરણ-1 થી 3માં તમામ માધ્યમમાં જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે

ગાંધીનગર, 06 જૂનઃ First standard English compulsory in Gujarat: ગુજરાતના વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચો ન રહી જાય તે માટે હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં હવેથી ધોરણ-1 થી 3માં તમામ માધ્યમમાં જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે.

હાલમાં રાજ્યમાં ધો.5માંથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવે છે

પરંતુ હાલમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી બની ગયું છે અને તેવામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે સરકાર શરૂઆતથી જ આ વિષય ભણાવવાનું શરૂ કરશે. જેને લઈને આગામી સત્રખી ધોરણ-1 થી 3માં તમામ માધ્યમમાં અંગ્રેજી ભણાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કોચા ન રહી જાય.

આ પણ વાંચોઃ Start a business with a post office: ફક્ત 5000 રૂપિયા જમા કરી પોસ્ટ ઓફિસ સાથે શરૂ કરો બિઝનેસ, દર મહિને કમાવો 1 લાખ રૂપિયા

ગુજરાતી સાથે અંગ્રેજી વિષય પણ ફરજિયાત કરાશે

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ પરંતુ આ તેની સાથે અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. વર્તમાન સમયમાં અંગ્રેજી આવડવું ઘણું મહત્વનું બની ગયું છે.

ઉલ્લેખનીય છે કે, મલ્ટિનેશનલ કંપનીમાં નોકરીની વાત હોય કે પછી વિદેશમાં જવા માટે અંગ્રેજી ભાષાની જરૂર પડે છે. જેથી સરકારના આ નિર્ણયથી બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં પકડ મજબૂત બનાવશે તો આગળ જતાં તેમને તકલીફનો સામનો કરવો પડશે નહીં.

આ પણ વાંચોઃ Start a business with a post office: ફક્ત 5000 રૂપિયા જમા કરી પોસ્ટ ઓફિસ સાથે શરૂ કરો બિઝનેસ, દર મહિને કમાવો 1 લાખ રૂપિયા

Gujarati banner 01