Helmet and seat belt breakers alert traffic

Breaking the traffic rules will result in huge fines: આજથી અમદાવાદમાં 11 જૂન સુધી ટ્રાફીક ડ્રાઈવ શરૂ કરાઈ, નિયમ તોડતા મોટો દંડ વસુલવામાં આવશે

Breaking the traffic rules will result in huge fines: હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ વગરના વાહનોને 1 હજાર અને રોંગ સાઈડ પકડાય તો 3000 સુધીનો દંડ કરવામાં આવશે

અમદાવાદ, 06 જૂનઃBreaking the traffic rules will result in huge fines: અવાર નવાર ટ્રાફીક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે આજથી પોલિસ દ્વારા ટ્રાફીક ડ્રાઈવનું આયોજન કરાયું છે. 11 જુન સુધી આ ટ્રાફિક ડ્રાઈવ ચાલશે અગાઉ પણ ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. ત્યારે ફરીથી ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી છે. જેમાં હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ વગરના વાહનોને 1 હજાર અને રોંગ સાઈડ પકડાય તો 3000 સુધીનો દંડ કરવામાં આવશે.

આ મામલે 100 કરતા પણ વધુ પોઈન્ટ પર ટ્રાફીક પોલીસ અને આરટીઆઈની ટીમ આ ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરાશે. આ વખતે ટ્રાફિક પોલીસની સાથે સાથે આરટીઓ ની ટીમ એક સાથે મળીને ઝુંબેશ ચલાવશે.  ખાસ કરીનો રોંગ સાઈડમાં વાહનો પસાર થતા હોવાના કારણે એક્સિડન્ટની ઘટનાઓ અવાર નવાર બની રહી છે. ત્યારે છાસવારે બનતી આ ઘટના રોકવા માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 


રોંગ સાઈડમાં એક્સિડન્ટની ઘટના બનતા નંબર પ્લેટ પર હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ લગાવેલો ના હોવાથી તેના કારણે કેટલાક વાહન ચાલકો છટકી જતા હોય છે ત્યારે આ બન્ને પ્રકારે દંડ વસુલવામાં આવશે. ડ્રાઈવમાં અગાઉ પણ લાખો રુપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાના હેતુસર આજથી આ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Pm modi launches new series of coins: PM મોદીએ આપી દેશવાસીઓને મોટી ભેટ, 1- 2- 5-10 અને 20 રૂપિયાના સિક્કાઓની નવી સિરીઝ લોન્ચ કરી – વાંચો વિગત

આ પણ વાંચોઃ First standard English compulsory in Gujarat: શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત, નવા સત્રથી થશે અમલ

Gujarati banner 01