Gujarat ats arrests 4 wanted of 1993 mumbai blast

Man was caught with charas and marijuana: અમદાવાદમાં ATSની મોટી કાર્યવાહી, વસ્ત્રાપુરમાંથી એમ.ડી, ચરસ અને ગાંજા સાથે એક વ્યક્તિ ઝડપાયો

Man was caught with charas and marijuana: ગત અઠવાડિયે પણ શહેરના અંધજન મંડળ વિસ્તારમાં જાહેરમાં ડ્રગ્સ લઈને ફરતા બે ભાઈઓની શહેર ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી હતી.

અમદાવાદ, 06 જૂનઃ Man was caught with charas and marijuana: રાજ્યમાં ઘણા સમયથી ડ્રગ્સના કાળા કારોબારનું કૌભાંડ સામે આવી રહ્યું છે. જેને ડામવા માટે ગુજરાત એટીએસએ કવાયત હાથ ધરી છે. ત્યારે હાલ અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. જેમાં બાતમી મળી હતી કે, અમરેલીના રાજુલાનો એક વ્યક્તિ ડ્રગ્સ ડિલિંગ કરતો હતો ત્યારે તે વ્યક્તિ પાસેથી એમડી, ચરસ અને ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. જેમાં 80 ગ્રામ એમ.ડી, 325 ગ્રામ ચરસ, સાડા ત્રણ કિલો ગાંજો મળ્યો હોવાની વિગત સામે આવી છે. 

ગત અઠવાડિયે બે ભાઈઓની કરી હતી અટકાયત 

ગત અઠવાડિયે પણ શહેરના અંધજન મંડળ વિસ્તારમાં જાહેરમાં ડ્રગ્સ લઈને ફરતા બે ભાઈઓની શહેર ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી હતી. જેમાં આરોપીઓ પાસેથી 42 લાખનું 421.16 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું હતું.

પોલીસે તેની પૂછપરછ કરતા શહેરમાં ત્રણ જેટલા ડ્રગ્સ પેડલરોને ડ્રગ્સ વેચ્યું હોવાનું કબૂલ્યૂ હતું. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગત અઠવાડિયે વેજલપુરમાંથી ફારૂક તથા રાયખડમાંથી ફારૂક અને સલમાન નામના પેડલરોની અટકાયત કરી હતી. ત્યારે ગુજરાત ATS દ્વારા ઘણા સમયથી ડ્રગ્સ પેડલર અને ડીલરને પકડવા માટે પોલીસનો એક્શન પ્લાન ચાલી રહ્યો છે. 

આ પણ વાંચોઃ Start a business with a post office: ફક્ત 5000 રૂપિયા જમા કરી પોસ્ટ ઓફિસ સાથે શરૂ કરો બિઝનેસ, દર મહિને કમાવો 1 લાખ રૂપિયા

આ પણ વાંચોઃ Electric cars will be cheaper in india: પેટ્રોલથી પણ સસ્તી થઈ જશે ઇલેક્ટ્રિક કાર, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત

Gujarati banner 01