salman khan residence

Salman Khan House Firing Case: સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા શૂટર્સનો ટાર્ગેટ અંગે મોટો ખુલાસો, કહ્યું આ બે અભિનેતા પણ…

Salman Khan House Firing Case: બિહારના રહેવાસી શૂટર્સ સાગર પાલ અને વિકી ગુપ્તાને જ્યાં સુધી શસ્ત્રો અને ગોળીઓ પનવેલમાં તેમના ભાડાના મકાનમાં પહોંચાડવામાં ન આવે ત્યાં સુધી ક્યાંથી ફાયરિંગ કરવું તે કહેવામાં આવ્યું ન હોવાનો ઘટસ્ફોટ થયો છે.

whatsapp banner

બોલિવુડ ડેસ્ક, 11 મેઃ Salman Khan House Firing Case : મુંબઈમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર કથિત રીતે ફાયરિંગ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ કેસમાં ધરપકડ કરાયેલા શૂટર્સની પૂછપરછ હજુ પણ ચાલુ છે. બિહારના રહેવાસી શૂટર્સ સાગર પાલ અને વિકી ગુપ્તાને જ્યાં સુધી શસ્ત્રો અને ગોળીઓ પનવેલમાં તેમના ભાડાના મકાનમાં પહોંચાડવામાં ન આવે ત્યાં સુધી ક્યાંથી ફાયરિંગ કરવું તે કહેવામાં આવ્યું ન હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ પણ વાંચો:- Dead Person clothes And jewelry: જાણો ગરુડ પુરાણ અનુસાર, મૃત વ્યક્તિના કપડાં અને ઘરેણાં પહેરવા જોઈએ કે નહીં?

આ સાથે આરોપીએ પોલીસને જણાવ્યું કે માત્ર એક્ટર સલમાન ખાન જ નહીં પરંતુ અન્ય ફિલ્મ સ્ટાર્સ પણ તેમના રડાર પર છે. પોલીસને જાણવા મળ્યું છે કે, બિશ્નોઈ ગેંગના ઈશારે આરોપીઓએ માત્ર સલમાન જ નહીં પરંતુ અન્ય બે કલાકારોના ઘરની પણ રેકી કરી હતી.

બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 14 એપ્રિલના ગોળીબારની ઘટનાના 48 કલાકની અંદર જ બંનેની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં ચોથી વખત હાજર થયા બાદ શૂટર્સ સાગર પાલ અને વિકી ગુપ્તાને 27 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

buyer j ads 1

પૂછપરછ દરમિયાન મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને ખબર પડી કે, સાગર પાલ અને વિકી ગુપ્તાને શૂટિંગનું કામ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈએ આપ્યું હતું પરંતુ તેઓને તેની જાણ નહોતી. પરંતુ હથિયારોની ડિલિવરી બાદ તેઓએ સલમાન ખાનના ઘરે ગોળીબાર કરવો પડ્યો હતો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો