vipul sharma 2

Vipul sharma film director:મારા માટે ફિલ્મ મેકિંગ એટલે સ્ટોરી ટેલિંગ: વિપુલ શર્મા

Vipul sharma film director: 2007માં તેમની પ્રથમ ગુજરાતી ફીચર ફિલ્મ ‘લવ ઈઝ બ્લાઈન્ડ’ માટે ગુજરાત સરકારે તેમને શ્રેષ્ઠ દિગ્દર્શકથી સન્માનિત કર્યા હતા.


વિપુલ શર્મા, (Vipul sharma film director) એક ગુજરાતી ફિલ્મ નિર્દેશક, લેખક અને નાટ્યકાર છે જેઓ મુખ્યત્વે ગુજરાતી સિનેમામાં કામ કરે છે. મીડિયા દ્વારા ગુજરાતના પ્રભાવશાળી ફિલ્મ મેકર્સમાંના તેમનું નામ લેવાય છે, વિપુલ શર્માને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા અને ગુજરાતી સિનેમાની રૂપરેખા બદલવાનો વ્યાપક શ્રેય આપવામાં આવે છે. મુખ્ય પ્રવાહના માધ્યમમાં કામ કરવા છતાં, તેમની ફિલ્મો તેમની ટેકનિકાલિટી અને નવા વિષય માટે જાણીતી છે.

આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સૂત્ર “જ્ઞાન કરતાં કલ્પના વધુ મહત્વની છે” ને વિપુલ પોતાના જીવનનું સૂત્ર માને છે.

જ્યારે ગુજરાતી ફિલ્મ્સ માત્ર સિંગલ સ્ક્રીનમાં જ રીલીઝ થતી અને ગ્રામ્ય વિસ્તાર પૂરતી સીમિત થઈ ગઈ હતી ત્યારે વર્ષ ૨૦૦૫માં તેમની પ્રથમ ફિલ્મ ગુજરાતભરના મલ્ટિપલેક્ષિશમાં ‘લવ ઈઝ બ્લાઇન્ડ’ રીલીઝ થઈ અને 2007માં તેમની પ્રથમ ગુજરાતી ફીચર ફિલ્મ ‘લવ ઈઝ બ્લાઈન્ડ’ માટે ગુજરાત સરકારે તેમને શ્રેષ્ઠ દિગ્દર્શકથી સન્માનિત કર્યા હતા.

વિપુલ શર્માને (Vipul sharma film director) નાનપણથી ફિલ્મ મેકિંગમાં રસ હતો. અને એટલે જ ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સ, ડિગ્રી ઇન ડ્રામેટિક્સ અને ડેવલપમેન્ટ કમ્યુનિકેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, તેમણે અભ્યાસ દરમિયાન કલાકાર, નાટ્યકાર અને દિગ્દર્શક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી. ‘લવ ઈઝ બ્લાઇન્ડ’ પછી તેમણે ૨૦૧૪ માં ‘દેશબુક’ ફિલ્મ બનાવી, જેને સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા પર આધારિત પ્રાયોગિક ફિલ્મ તરીકે ગણવામાં આવે છે.

આ પણ વાંચો:-Meaning of ants in the house: ઘરમાં કાળી અને લાલ કીડી નીકળવાનો છે ખાસ અર્થ, જાણો તે શુભ છે કે અશુભ?

વિપુલ શર્મા (Vipul sharma film director) ગુજરાતના જાણીતા નાટ્યકાર છે અને તેમણે 1995 થી 2015 દરમિયાન નોંધપાત્ર નાટકો કર્યા છે. જેમ કે ‘ફેમિલી નંબર-1’, ‘ચલ રે સજન કર લે લગન’, ‘હું જ મારો વિધાતા’, ‘નો એક્ઝિટ’ અને બીજા ઘણા .વિપુલ શર્માને ટેલિવિઝન વ્યક્તિત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ઇ ટીવી ગુજરાતી, ઝી ટીવી ગુજરાતી, દૂરદર્શન, સબ ટીવી સાથે 12 થી વધુ ટીવી શો લખ્યા અને દિગ્દર્શિત કર્યા છે. ૨૦૧૦માં તેમણે પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કેટલાક એપિસોડ પણ લખ્યા છે.

Vipul sharma film director

વિપુલ કહે છે “હજુ ગુજરાતી ફિલ્મ્સ માટે ઘણું કામ કરવું છે અને ૨૦૧૬ થી ૨૦૧૮ સુધીમાં ‘રોમિયો એન્ડ રાધિકા’, ‘રોમાન્સ કોમ્પલીકેટેડ’, ‘શુભારંભ’, ‘તું તો ગયો’, ‘દિયા ધ વન્ડરગર્લ’,’ઓર્ડર ઓર્ડર-આઉટ ઓફ ઓર્ડર’, ‘ટીએન્જર્સ ગેંગ’ જેવા ફિલ્મો માટે લેખન કર્યું અને ૨૦૧૮ માં ‘રતનપુર’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું, અને ત્યાર પછી ૨૦૨૦ માં ‘કેમ છો’ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન કર્યું જે વ્યવસાયિક રીતે પણ ખૂબ સફળ રહી.

૨૦૨૨માં જીવનની ફિલોસોફીને રજૂ કરતી ફિલ્મ ‘જીતી લે જિંદગી’ પણ બનાવી.વિપુલ કહે છે,”અને સતત બીઝી રહેવું ગમે છે.”
વિપુલ શર્મા અત્યારે ૪ નવી ફિલ્મ્સ ઉપર કામ કરી રહ્યા છે અને ૨૦૨૩માં તેમની ‘વર પધરાવો સાવધાન’ અને ‘પ્રેશર’ રીલીઝ માટે તૈયાર છે. તેમને વિશ્વાસ છે કે ગુજરાતી દર્શકો તેમની આવનાર ફિલ્મોને દિલથી વધાવી લેશે.

ફિલ્મ્સ સિવાય વિપુલ શર્માનું ટૂંકી વાર્તાનું પ્રથમ પુસ્તક પણ પ્રકાશિત થયું છે અને વાચકોને ગમી રહ્યું છે. એ પુસ્તકનું નામ છે ‘સેલફોન’.પોતાના અથાગ પ્રયત્નો થકી કરેલ કામો બદલ વિપુલ શર્માને ઘણા એવોર્ડ પણ મળ્યા છે. ફિલ્મ ‘કેમ છો’ ને દસમા ‘દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ’ ૨૦૨૦ માં સ્પેશિયલ ફેસ્ટિવલ મેન્શન મળ્યું છે, તો ટોરોન્ટો ગુજરાતી ફિલ ફેસ્ટિવલ ,કેનેડા ૨૦૨૦ માં બેસ્ટ ડ્રામા ફિલ્મ નો પુરસ્કાર મળ્યો છે.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *