CM surprise visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાતે

CM surprise visit: મૃદુ અને મક્કમ નિર્ણાયકતાનો વધુ એક પરિચય યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો

  • CM surprise visit: અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના પોલીસ અધિકારીઓ-કર્મીઓ સાથે સંવાદ કરીને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી

અમદાવાદ, 17 ડિસેમ્બર: CM surprise visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ તરીકે જનમાનસમાં ઊભરી આવ્યા છે. મુખ્યમંત્રીએ આ મક્કમતાનો અને મૃદુતાનો આગવો પરિચય અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય) પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લઇને સૌને કરાવ્યો હતો.

ભૂપેન્દ્ર પટેલ કોઇ જ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ સિવાય શનિવારે બપોરે અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક-એસ.પી. ઓફિસે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારને સાથે રાખીને પહોચ્યા હતા.

CM surprise visit

મુખ્યમંત્રીએ પોલીસ અધિક્ષક કચેરીની કામગીરી અને ઓફિસ દફતરની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. એટલું જ નહિ, કચેરીમાં ફરજ પરના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સાથે વાતચીત-સંવાદ કરીને વિગતો જાણી હતી અને તેમની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ પણ વાંચો:Vipul sharma film director:મારા માટે ફિલ્મ મેકિંગ એટલે સ્ટોરી ટેલિંગ: વિપુલ શર્મા

Gujarati banner 01