Vikat wedding Photos

Vikat wedding Photos: લાલ લહેંગો, માથામાં વેણી ને હાથમાં લગ્નચૂડો પહેરેલી જોવા મળી અભિનેત્રી- જુઓ લગ્નની તસ્વીરો

Vikat wedding Photos: બંનેએ એક જેવી તસવીરો તથા કેપ્શન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે નવા જીવનની શરૂઆતમાં તમારા આશીર્વાદ જોઈએ છીએ.

બોલિવુડ ડેસ્ક, 10 ડિસેમ્બરઃVikat wedding Photos: વિકી કૌશલ તથા કેટરીના કૈફે આજે એટલે કે 9 ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં. બંનેના પ્રી વેડિંગ ફંક્શન બે દિવસ ચાલ્યા હતા. લગ્નની એક ઝલક જોવા માટે ગામના લોકો મહેલની સામે આવેલા ઊંચા ખડક પર ભેગા થઈ ગયા હતા. બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન તથા આલિયા ભટ્ટ રાત સુધીમાં અહીંયા આવશે. અર્જુન કપૂર હોટલ આવી પહોંચ્યો હતો.

new project 17 1639066242

વિકી કૌશલ તથા કેટરીનાએ સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી હતી. બંનેએ એક જેવી તસવીરો તથા કેપ્શન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે નવા જીવનની શરૂઆતમાં તમારા આશીર્વાદ જોઈએ છીએ.

new project 20 1639066264

લગ્ન બાદ કેટરીના તથા વિકી કૌશલની પહેલી ઝલક જોવા મળી હતી. સો.મીડિયામાં આ બંનેની પહેલી ઝલકની તસવીરો વાઇરલ થઈ છે. કપલે ફેશન ડિઝાઇનર સબ્યસાચીના આઉટફિટ પહેર્યાં હતાં. દુલ્હન કેટરીના રેડ લહેંગમાં ઘણી જ સુંદર લાગતી હતી તો વરરાજા વિકી કૌશલ ગોલ્ડ તથા વ્હાઇટ શેરવાનીમાં હેન્ડસમ લાગતો હતો. બંને હાથમાં હાથ નાખીને જોવા મળ્યા હતા અને બંનેના ચહેરા પર લગ્નની અનેરી ચમક જોવા મળી હતી.

આ પણ વાંચોઃ Paytm money first office in gujarat : પેટીએમ મનીની ભારતમાં પહેલી ઓફિસ ગુજરાતના આ શહેરમાં શરુ થઇ- વાંચો શું મળશે લાભ ?

new project 19 1639066284

લગ્નમાં માત્ર પરિવારના સભ્યો તથા નિકટના પરિવારજનો હાજર રહ્યાં હતાં. બપોરે 12 વાગે લગ્નની વિધિ શરૂ થઈ હતી. વિન્ટેજ કારમાં મહેલની અંદર જાન કાઢવામાં આવી હતી. ત્યારબાદ વિકી કૌશલે ઘોડી પર ચઢીને તોરણ મારવાની વિધિ પૂરી કરી હતી. ત્યારબાદ વર પક્ષ તથા કન્યા પક્ષ એકબીજાને મળ્યા હતા. વિકીના પપ્પા શામ કૌશલ તમામને મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. બપોરે સાડા ત્રણ વાગે ફેરા ફર્યા હતા અને પછી લગ્નની અન્ય વિધિ શરૂ થઈ હતી. સાંજે સવા પાંચ વાગે લગ્ન સંપન્ન થયા હતા.

5555 1639066597

લગ્ન પૂરા થયાં બાદ વિકી તથા કેટે વડીલોના આશીર્વાદ લીધા હતા. તમામ જાનૈયા સાફા તથા શેરવાનીમાં જોવા મળ્યા હતા. કેટરીના તથા વિકીના લગ્ન મંડપને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. મંડપને એ રીતે બનાવવામાં આવ્યો છે કે તેની સામે મંદિર આવે. મંડપને ઓરેન્જ, યલો તથા પિંક કલરના ફેબ્રિકથી ડ્રેપ કરવામાં આવ્યો હતો. મંડપની આસપાસ નાના-નાના ટેન્ટ્સ લગાવવામાં આવ્યા હતાં, અહીંયા મહેમાનો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

new project 18 1639066213

વિકી જાન લઈને રાણી પદ્માવતી મહેલમાં આવ્યો હતો. અહીંયા મંદિરની સામે મંડપ બનાવવામાં આવ્યો હતો અને બંનેએ ફેરા ફર્યાં હતાં. બીજી બાજુ કોઈ વરરાજા તથા દુલ્હનની તસવીર કે ફોટો કેપ્ચરના કરે તે માટે સિક્યોરિટી ગાર્ડે મહેલ તથા બારીઓને કાળા કપડાંથી કવર કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj