Attack on AAP Leader manoj sorathiya

Attack on AAP Leader Manoj sorathiya: આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો

Attack on AAP Leader Manoj sorathiya: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને ગુજરાતના મુખ્યમંત્રીને કરી અપીલ

સુરત, 31 ઓગષ્ટઃ Attack on AAP Leader Manoj sorathiya: વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ઉતાર ચઢાવનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આજે એક આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા પર લોહિયાળ હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં આપણે જીતતા અને હારતા રહીએ છીએ, પરંતુ હિંસાથી વિપક્ષને કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિ વિરુદ્ધ છે અને લોકોને તે ગમતું નથી. હું ગુજરાતના સીએમને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવે અને દરેકની સુરક્ષા કરે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા પર લોહિયાળ હુમલો થયો છે. આ જીવલેણ હુમલામાં મનોજ સોરઠીયાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. જાણવા મળી રહ્યું છે કે, અસામાજિક તત્વોએ લોખંડની પાઇપથી હુમલો કર્યાનો આપ નેતાઓએ આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Corona case update: રાજ્યમાં હાલ 1,868 એક્ટિવ કેસ, જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર- વાંચો વિગત

આ પણ વાંચોઃ Gujarat weather prediction: હવામાન શાસ્ત્રી વરસાદને લઇ કરી મોટી આગાહી, આ તહેવારોમાં પડશે વરસાદ

Gujarati banner 01