BJP

Gujarat cabinet 2022: ગુજરાત સરકારના મંત્રી મંડળમાં કોને-કોને મળશે ચાન્સ? આવો જાણીએ…

Gujarat cabinet 2022: ભાજપની રેકોર્ડ બ્રેક 156 બેઠકો સાથે જીત થઈ, સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યું રાજીનામું…

ગાંધીનગર, 09 ડીસેમ્બર: Gujarat cabinet 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ચુકી છે અને પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ ખોબલે ખોબલા ભરીને ભાજપ તરફથી મતદાન કર્યું છે. જેને કારણે ભાજપની રેકોર્ડ બ્રેક બેઠકો સાથે જીત થઈ છે. ભાજપને આ વખતે જનતાએ કુલ 182 બેઠકોમાંથી ઐતિહાસિક 156 બેઠકો આપી છે.

જ્યારે કોંગ્રેસ માત્ર 17 બેઠકોમાં સમેટાઈ ગઈ છે. તો દિલ્હીથી આવેલી આમ આદમી પાર્ટી પણ 5 બેઠકો જ મેળવી શકી છે. જ્યારે આ ઉપરાંત સમાજવાદી પાર્ટી અને અપક્ષના અન્ય ઉમેદવારોને 4 બેઠક મળી છે. સૌથી કોઈ આ રેકોર્ડ બ્રેક જીતનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપી રહ્યાં છે.

નવી સરકારની રચના માટે સત્તાવાર રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે મંત્રી મંડળ સહિત રાજ્યપાલને રાજીનામું આપી દીધું છે. અને નવી સરકાર અને નવું મંત્રી મંડળ રચવા માટે દાવો પણ રજૂ કરી દીધો છે. આવતી કાલે ભાજપના નવા ચૂંટાયેલાં સભ્યોની ધારાસભ્ય દળની બેઠક પણ મળશે. જેમાં પક્ષના નેતા તરીકે સીએમની વરણી કરવામાં આવશે. ત્યાર બાદ આગામી 10 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં નવી સરકારના મંત્રી મંડળની શપથવિધિ થશે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને ભવ્ય જીત મળી ચૂકી છે. હવે સવાલ એ થાય છેકે, નવી સરકારમાં મંત્રી મંડળમાં કોને-કોને સ્થાન મળશે. એવામાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સંભવિત મંત્રી મંડળ કેવું હશે તેની પણ જાણકારી મેળવીએ. એક નજર કરીએ ગુજરાત સરકારના સંભવિત મંત્રી મંડળની યાદી પર…

સંભવિત કેબિનેટ કક્ષાના સંભવિત મંત્રીઓ:

  • ઉત્તર ગુજરાત:

ઋષિકેશ પટેલ
શંકર ચૌધરી

  • સૌરાષ્ટ:

જીતુ વાઘાણી
જયેશ રાદરીયા
કુંવરજી બાવળીયા
રાઘવજી પટેલ
શંભુનાથ ટુંડિયા
કિરીટસિંહ રાણા

  • દક્ષિણ ગુજરાત:

પૂર્ણેશ મોદી
ગણપત વસાવા
કનુભાઇ દેસાઇ

રાજ્ય કક્ષાના સંભવિત મંત્રીઓ:

  • મધ્ય ગુજરાત:

જગદીશ વિશ્વકર્મા
અમિત ઠાકર
અમિત પી. શાહ
અક્ષય પટેલ
મનીષા વકીલ

  • સૌરાષ્ટ્ર:

જે વી કાંકડીયા
દેવા માલમ

  • દક્ષિણ ગુજરાત:

હર્ષ સંઘવી
સંગીતા પાટીલ
મોહન ઢુડિયા
આર.સી.પટેલ

આ પણ વાંચો: Bhupendra patel resigned as CM: ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, નવી સરકાર બનાવવા કવાયત તેજ

Gujarati banner 01