Vibrant gujarat global summit 2022

Vibrant gujarat global summit-2022: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ માં અમદાવાદના ઉદ્યોગકારો ભાગ લે તે અંગે વર્કશોપ યોજાયો

Vibrant gujarat global summit-2022: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઔદ્યોગિક એસોસિયેશન અને ઉદ્યોગકારોને વિગતવાર માર્ગદર્શન અપાયું

ગાંધીનગર, ૧૨ ડિસેમ્બર: Vibrant gujarat global summit-2022: ગુજરાત સરકાર દ્વારા મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ નું તા.૧૦/૦૧/૨૦૨૨ થી તા.૧૨/૦૧/૨૦૨૨ દરમ્યાન આયોજન થનાર છે. જે અન્વયે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-અમદાવાદ દ્વારા ઔ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે અમદાવાદ જિલ્લાના તમામ ઔધોગિક અસોસીએશન તથા ઉદ્યોગકારોને જાણકારી અને માર્ગદર્શન આપતાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-અમદાવાદ દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ માં યોજાનાર વિવિધ કાર્યક્રમો તથા તેમાં ભાગ લેવા માટેની રજીસ્ટ્રેશનને લગત વિસ્તૃત જાણકારી પ્રેઝન્ટેશન સાથે આપવામાં આવી હતી.

Vibrant gujarat global summit 2022 1

આ ઇવેન્ટમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં અમદાવાદ જિલ્લાના બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ભાગ લે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર આર.ડી.બારહટએ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત રહેલ એસોસીએશન તથા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો ને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ સફળતાપૂર્વક પાર પડે તે માટે વેબસાઈટ www.vibrantgujarat.com પર વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Education seminar: ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દ્વિ દિવસીય સેમિનારનું આયોજન

આ બેઠકમાં ગુજરાત સરકારની ૨૦ થી વધુ સેક્ટર સ્પેસીફિક સહાય પોલિસીઓ જેવી કે, ઔદ્યોગિક નીતિ – 2020, ગારમેન્ટ અને એપરલ પોલિસી, ઇલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસી ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સ અને લોજીસ્ટીક પાર્ક પોલિસી, સોલાર પોલિસી, એગ્રો – બીઝનેસ પોલિસી, IT/ITeS પોલિસી, એરોસ્પેસ અને ડીફેન્સ પોલિસી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj