bhupendra Patel nomination

What is the wealth of CM Bhupendra Patel: જાણો સીએમ ભૂપેન્દ્ર પટેલની કેટલી છે સંપત્તિ, એફીડેવીટમાં કર્યો ઉલ્લેખ

What is the wealth of CM Bhupendra Patel: ગત વખતે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય વિજય થયો હતો તેઓ ગત વખતે 1.17 લાખ વોટથી જીત્યા હતા.

અમદાવાદ , 17 નવેમ્બર: What is the wealth of CM Bhupendra Patel; ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આજે 181 ઉમેદવારો જાહેર કરી દીધા છે. બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર હોવાથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અમિત શાહ સાથે રોડ શો કરી આજે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.

ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવતા તેમના એફિડેવિટ મુજબ, તેમણે દર્શાવ્યું છે કે તેમની પાસે 8.22 કરોડની જંગમ અને સ્થાવર સંપત્તિ છે. જેમાં જંગમ સંપત્તિ 3.63 કરોડ અને સ્થાવર 4.59 કરોડ છે. તેમની એફીડેવિટ પ્રમાણે તેમની પાસે 8.22 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ છે. 

આ પણ વાંચોAaradhya Bachchan Birthday: પુત્રીને બર્થડે વિશ કરવું ઐશ્વર્યા ને પડ્યું ભારે, જાણો આવું તો શું થયું…

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. પ્રભાત ચોકથી સોલા સેન્ટ્રલ ઓફિસ સુધી ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ભાજપનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું હતું. 

ઘાટલોડીયા વિઘાનસભા બેઠક પરથી તેમને દાવેદારી નોંધાવી છે ત્યારે આ બેઠક એ ભાજપનો ગઢ રહી છે. આ બેઠક પરથી ભાજપે બે મુખ્યમંત્રી આપ્યા છે અને તેઓ જ અત્યાર સુધી આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવતા આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 2017 બાદ બીજીવાર દાવેદારી નોંધાવી છે. ઘાટલોડીયા બેઠક પર ગત વખતે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય વિજય થયો હતો તેઓ ગત વખતે 1.17 લાખ વોટથી જીત્યા હતા. આજે ભવ્ય રેલીનું આયોજન અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *