Aaradhya Bachchan Birthday

Aaradhya Bachchan Birthday: પુત્રીને બર્થડે વિશ કરવું ઐશ્વર્યા ને પડ્યું ભારે, જાણો આવું તો શું થયું…

Aaradhya Bachchan Birthday: ઐશ્વર્યા એ શેર કરેલી તસવીર ને કારણે મચી ગયો છે હંગામો, તમે પણ જુઓ…

મનોરંજન ડેસ્ક, 16 નવેમ્બર: Aaradhya Bachchan Birthday: મિસ વર્લ્ડ રહી ચુકેલી ઐશ્વર્યા રાય જેની સુંદરતાના દરેક દિવાના છે, તે આજકાલ તેની ફિલ્મો કરતા તેના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની લાડલી આરાધ્યા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર ઐશ્વર્યા રાય બચ્ચને તેની પુત્રી માટે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી, જેની જોરદાર ચર્ચા થઈ રહી છે.

ઐશ્વર્યા એ લગભગ 12 વાગે આરાધ્યા સાથે ની તેની તસ્વીર શેર કરી હતી. તસવીર પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગઈકાલે રાત્રે જ તેનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો કેમ કે પાછળ ની દીવાલ પર 11 લખવામાં આવ્યું છે. આરાધ્યા 11 વર્ષ ની થઇ ગઈ છે. એટલે કે રાત્રે જ આરાધ્યા નો જન્મ દિવસ મનાવવામાં આવ્યો હતો.

હાલમાં જ ઐશ્વર્યા રાયે શેર કરેલા ફોટોમાં તે તેની દીકરીને હોઠ પર કિસ કરતી જોવા મળી રહી છે. તેણીએ કેપ્શનમાં લખ્યું છે કે ‘મારો પ્રેમ, મારું જીવન..હું તને ખૂબ પ્રેમ કરું છું…મારી આરાધ્યા.’ ઐશ્વર્યા એ શેર કરેલી તસવીર ને કારણે હંગામો મચી ગયો છે. કેટલાક ચાહકો આ તસવીરને ખૂબ જ ક્યૂટ કહી રહ્યા છે તો કેટલાક તેને અશ્લીલ કહી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું છે કે ‘દીકરા અને દીકરીને હોઠ પર ચુંબન કરવું એ આપણી સંસ્કૃતિનો ભાગ નથી’. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું કે ‘મા અને પુત્રીને હોઠ પર ચુંબન કરવું બિલકુલ યોગ્ય નથી’. તે જ સમયે, કેટલાક યુઝર્સે તો ઐશ્વર્યાનો પક્ષ લીધો અને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો.

તમને જણાવી દઈએ કે, 2007માં ઐશ્વર્યા રાય અને અભિનેતા અભિષેક બચ્ચનના લગ્ન થયા હતા. અને 2011 માં, આરાધ્યા નો જન્મ થયો. ઐશ્વર્યા હંમેશા તેની પુત્રી માટે ખૂબ જ પ્રોટેક્ટિવ રહી છે. પબ્લિક પ્લેસ પર અને મીડિયાની સામે તે પોતાની દીકરીની સામે ઢાલની જેમ ઊભી રહે છે. તે હમેશા પબ્લિક પ્લેસ પર આરાધ્યા નો હાથ પકડેલી જ જોવા મળે છે. હવે જોવાનું એ રહેશે કે અભિનેત્રી આના પર કેવી પ્રતિક્રિયા આપે છે.

આ પણ વાંચો: Mahendra bumbadia filled nomination form: આપ પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રભાઈ બૂંબડીયાએ ભર્યુ ઉમેદવારી ફોર્મ

Gujarati banner 01