Kakinada Weekly train: શનિવારે દોડતી ભાવનગર – કાકીનાડા સાપ્તાહિક વિશેષ ટ્રેન હવે સુપરફાસ્ટ ના રિતે દોડશે

Kakinada Weekly train: ભાવનગર – કાકીનાડા સ્પેશિયલ ટ્રેન નંબર 02700 અને કાકીનાડા-ભાવનગર સ્પેશિયલ ને ટ્રેન નંબર 02699 તરીકે ઓળખવામાં આવશે. આ નિર્ણય 13 જુલાઇ, 2021 થી લાગુ થશે.   

અમદાવાદ , ૦૯ જુલાઈ: Kakinada Weekly train: કાકીનાડા ટ્રેનનો નંબર પણ બદલાયો છેયાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર-કાકીનાડા-ભાવનગર વિશેષ ટ્રેન (07203/07204) ને હવે સુપરફાસ્ટ ટ્રેન (02700/02699) તરીકે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો…Reopen collage: રાજ્યમાં તા. 15મી જુલાઇ થી ધો. ૧૨ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજીસ શરૂ કરી શકાશે.

જેના કારણે આ ટ્રેન (Kakinada Weekly train) 2 કલાક 10 મિનિટ પહેલા તેના ગંતવ્ય સ્ટેશન કાકીનાડા પોર્ટ પહોંચશે, એ જ રિતે પરતમાં પણ સમયની બચત થશે. આ નિર્ણય સાથે ટ્રેનની સંખ્યામાં પણ બદલાવ આવ્યો છે. હવે ભાવનગર – કાકીનાડા સ્પેશિયલ ટ્રેન નંબર 02700 અને કાકીનાડા-ભાવનગર સ્પેશિયલ ને ટ્રેન નંબર 02699 તરીકે ઓળખવામાં આવશે. આ નિર્ણય 13 જુલાઇ, 2021 થી લાગુ થશે.       

Kakinada Weekly train: ટ્રેન નંબર 02700 ભાવનગર ટર્મિનસ – કાકીનાડા પોર્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર શનિવારે 04.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 17.35 વાગ્યે કાકીનાડા પોર્ટ પહોંચશે.

Whatsapp Join Banner Guj

આવી જ રીતે, ટ્રેન નંબર 02699 કાકીનાડા પોર્ટ – ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક વિશેષ કાકીનાડા પોર્ટથી દર ગુરુવારે સવારે 05.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 18.55 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.સંબંધિત સ્પેશિયલ ટ્રેનની વિસ્તૃત માહિતી માટે, યાત્રી વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.