train

Somnath-Jabalpur Exp: સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

Somnath-Jabalpur Exp:જબલપુર ડિવિઝનમાં બ્લોકને કારણે સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

google news png

રાજકોટ, 13 ઓગસ્ટ: Somnath-Jabalpur Exp: પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી સોમનાથ-જબલપુર એક્સપ્રેસ અને જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

વેરાવળ સ્ટેશન થી 09.09.2024 ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ વાયા ભોપાલ-બીના-કટની મુરવારા-જબલપુર ને બદલે ડાઈવર્ટ કરાયેલા રૂટ વાયા ભોપાલ-ઈટારસી-જબલપુર થઈને દોડશે.

Rakhi Sale 2024 ads

એ જ રીતે જબલપુર થી 26.08.2024, 30.08.2024, 02.09.2024, 06.09.2024, 09.09.2024 અને 13.09.2024 ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા જબલપુર-કટની મુરવારા-બીના-ભોપાલ ને બદલે ડાઈવર્ટ કરાયેલા રૂટ વાયા જબલપુર-ઈટારસી-ભોપાલ થઈ ને દોડશે.

રેલવે તંત્ર મુસાફરો ને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. રેલવે મુસાફરો આ ટ્રેનના સંચાલન સમય અને સ્ટોપેજ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો