Special train between Hapa-Naharlagun: હાપા અને નાહરલગુન વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Special train between Hapa-Naharlagun: ટિકિટનું બુકિંગ 3 જાન્યુઆરીથી શરૂ થશે

રાજકોટ, 02 જાન્યુઆરી: Special train between Hapa-Naharlagun: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ હાપા અને નાહરલગુન વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09525/09526 હાપા-નાહરલગુન સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ હાપાથી દર બુધવારે 00.40 કલાકે ઉપડશે, રાજકોટ તેજ દિવસે મધ્યરાત્રિ માં 02.06 કલાકે અને શુક્રવારે 16.00 કલાકે નાહરલગુન પહોંચશે. આ ટ્રેન 8 જાન્યુઆરી, 2025 થી આગામી સૂચના સુધી 4 દિવસો સિવાય ચાલશે (આ ટ્રેન હાપા થી 15.01.2025, 29.01.2025, 05.02.2025 અને 12.02.2025 ના રોજ રદ્દ રેહશે) .
આ પણ વાંચો:- Kind of wealth: બે પ્રકારની સંપત્તિ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
એ જ રીતે, ટ્રેન નંબર 09526 નાહરલગુન – હાપા સ્પેશિયલ દર શનિવારે નાહરલગુનથી 10.00 કલાકે ઉપડશે, રાજકોટ સોમવારે 22.22 કલાકે અને મંગળવારે 00.30 કલાકે હાપા પહોંચશે. આ ટ્રેન 11 જાન્યુઆરી, 2025 થી આગામી સૂચના સુધી 4 દિવસો સિવાય ચાલશે. (આ ટ્રેન નાહરલગુન થી 18.01.2025, 01.02.2025, 08.02.2025 અને 15.02.2025 ના રોજ રદ્દ રેહશે)

આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બિયાવરા-રાજગઢ, રૂઠીયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, ઈટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજમાં જ્ઞાનપુર રોડ, બનારસ, વારાણસી, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, હાજીપુર, શાહપુર પટોરી, બરૌની, બેગુસરાઈ, ખગરિયા, નૌગાચિયા, કટિહાર, બારસોઈ, કિશનગંજ, ન્યૂ જલપાઈગુડી, ન્યૂ કૂચ બિહાર, કોકરાઝાર, ન્યૂ બોંગાઈગાંવ, બારપેટા રોડ, રંગિયા, ઉદલગુડી, ન્યુ મિસામારી, રંગપારા ઉત્તર અને હરમુતી સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09525 માટે બુકિંગ 3 જાન્યુઆરી, 2025 થી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો