DKA Breaking

HMPV Case in Gujarat: ચીનથી ફેલાયેલા HMPV વાઈરસના ગુજરાતમાં પણ એક કેસ નોંધાયો- વાંચો વિગત

google news png

અમદાવાદ, 06 જાન્યુઆરીઃ HMPV Case in Gujarat: દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV) નામના વાઈરસે ચીનમાં એન્ટ્રી કરીને સૌને ડરાવી દીધા છે. હવે આ વાઈરસના કેસ ત્રણેક ભારતમાં પણ નોંધાયા છે.

આ પણ વાંચો:- Kind of wealth: બે પ્રકારની સંપત્તિ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

કર્ણાટકમાં હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV)ના કેસ મળ્યા હોવાના મીડિયા અહેવાલો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કર્ણાટકમાં હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV)ના બે કેસ શોધી કાઢ્યા છે.

બંને કેસની ઓળખ નવા શ્વસન વાયરલ સંબંધી બિમારીઓ પર નિયમિત દેખરેખ રાખવા દરમિયાન કરવામાં આવી હતી, જે દેશભરમાં શ્વસન સંબંધિત બીમારીઓથી દેખરેખ માટે ICMR દ્વારા ચાલી રહેલા પ્રયાસોનો ભાગ જ છે.

BJ ADVT

સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે ‘અમે અમારી લેબમાં તેનો ટેસ્ટ નથી કર્યો. એક ખાનગી હોસ્પિટલમાં આ વાઈરસના કેસની પુષ્ટિ થઈ છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ શંકા કરવાનું કોઈ કારણ દેખાતું નથી. ઉલ્લેખનીય છે કે HMPV સામાન્ય રીતે બાળકોમાં ડિટેક્ટ થાય છે. તમામ ફ્લૂ સેમ્પલમાંથી 0.7% HMPVના હોય છે. આ વાઈરસનો સ્ટ્રેઈન શું છે તે હજુ જાણી શકાયું નથી.’

આ વાઈરસના લક્ષણો શું છે?
આ વાઈરસને હ્યુમન હ્યુમન મેટાન્યૂમો વાઈરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય​છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો