train 8

Train Schedule Changed: રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી 3 ટ્રેનોના સમયમાં ફેરફાર

google news png

રાજકોટ, 24 ઓગસ્ટ: Train Schedule Changed: ટ્રેનોના સમયસર સંચાલન માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-

  1. 30.08.2024 થી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસના પોરબંદરથી ચાલવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે જામનગર 0.47/0.52 કલાકને બદલે 0.54/0.59 કલાકે, હાપા 01.10/01.12 કલાકને બદલે 01.13/01.15 કલાકે, વાંકાનેર 03.57/03.59 કલાકના બદલે 03.30/03.32 કલાક. થાન જંકશન 04.20/04.22 કલાકને બદલે 03.55/03.57 કલાકે અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન પર 05.04/05.06 કલાકને બદલે 04.39/04.41 કલાકે રહેશે. રાજકોટ સ્ટેશન પર આ ટ્રેનના આગમન/પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
  2. 30.08.2024 થી ટ્રેન નંબર 22958 વેરાવળ – ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસના વેરાવળ સ્ટેશનથી દોડવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનોના આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે વિરમગામ જંકશન પર 04.05/04.07 કલાકને બદલે 04.18/04.20 કલાક અને ચાંદલોડીયા બી કેબીન ખાતે 04.50/04.52 કલાકને બદલે 05.03/05.05 કલાકનો રહેશે. આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશને 5.40ને બદલે 5.50 વાગ્યે પહોંચશે.
  3. 04.09.2024 થી, ટ્રેન નંબર 19319 વેરાવળ – ઇન્દોર મહામના એક્સપ્રેસના રાજકોટ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 02.10/02.15 કલાકને બદલે 01.50/02:00 કલાકનો રહેશે. ઉપરોક્ત સ્ટેશનો સિવાય, અન્ય કોઈ સ્ટેશનના આગમન/પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો:- Important decision of Chief Minister: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને લઈને લીધો મહત્વનો નિર્ણય

Rakhi Sale 2024 ads

આ ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો