Ahmedabad rail passenger important news: અમદાવાદથી જતી આ બે ટ્રેન હવે સાબરમતી થી ઉપડશે, જાણો વિસ્તારે…

Ahmedabad rail passenger important news: અમદાવાદથી ઉપડતી અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ અને અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ ટ્રેન સાબરમતી સ્ટેશનથી ઉપડશે

અમદાવાદ, ૦૯ જુલાઈ: Ahmedabad rail passenger important news: શું તમે પણ આગામી દિવસોમાં ટ્રેનમાં મુસાફરી કરવાના છો…? જો હા, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં 11 જુલાઈ થી ટ્રેન નંબર 12548 અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ અને 12 જુલાઈ થી ટ્રેન નંબર 22548 અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ ટ્રેન સાબરમતી સ્ટેશન (ધર્મનગર)થી 16:50 કલાકે ઉપડશે.

જે મુસાફરોનું બોર્ડિંગ સ્ટેશન અમદાવાદ છે, ટેકનિકલ કારણોસર ટ્રેનના ચાર્ટ બન્યા બાદ તેમનું બોર્ડિંગ સ્ટેશન મહેસાણા દર્શાવવામાં આવશે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે જે મુસાફરોનું બોર્ડિંગ સ્ટેશન અમદાવાદ છે તેઓ સાબરમતી સ્ટેશનથી તેમના નિયુક્ત કોચ અને સીટ પર મુસાફરી કરી શકે છે.

આ પણ વાંચો: UrbanMatch: યુવા ઉદ્યોગસાહસિક અને ટેકનોક્રેટ નિશુ બાબેરવાલ દ્વારા શરૂ કરવામાં આવ્યું એક અનોખું મેચમેકિંગ સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ અર્બનમેચ

બોર્ડિંગ સ્ટેશન મહેસાણાના સંદેશાને રદ્દ ગણવો. મુસાફરો સાબરમતી સ્ટેશન પર ટિકિટ ચેકિંગ સ્ટાફની મદદ લઈ શકે છે.

Gujarati banner 01