UrbanMatch

UrbanMatch: યુવા ઉદ્યોગસાહસિક અને ટેકનોક્રેટ નિશુ બાબેરવાલ દ્વારા શરૂ કરવામાં આવ્યું એક અનોખું મેચમેકિંગ સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ અર્બનમેચ

UrbanMatch:આજે જ્યારે નવી પેઢી મુક્ત મને પોતાના જીવન અંગે નિર્ણયો લઈ રહ્યા છે, ત્યારે આ પ્લેટફોર્મ તેમના લાઈફ પાર્ટનર સાથે લગ્ન જીવનમાં જોડાતા પહેલા તેમને ચકાસવાનું, તેમજ એકબીજાની દિનચર્યાઓ તથા આદતો વિશે અવગત કરાવનારી કડી બની છે

વડોદરા, 09 જુલાઇઃ UrbanMatch: અર્બનમેચ એક નવા પ્રકારનું પ્લેટફોર્મ છે કે જેના દ્વારા લગ્ન ઈચ્છુક યુવક તથા યુવતીઓ આ પ્લેટફોર્મ દ્વારા પોતાના જીવન સાથીને સારી રીતે ઓળખી શકે છે, તેમની સાથે વર્ચ્યુઅલી સમય પસાર કરી શકે છે અને વિવિધ ગેમ્સ તથા ચેલેન્જીસના માધ્યમથી એકબીજા વિશે વધુ જાણી શકે છે અને પોતાના જીવન સાથી અંગે નિર્ણય લઇ શકે છે. આજે જ્યારે નવી પેઢી મુક્ત મને પોતાના જીવન અંગે નિર્ણયો લઈ રહ્યા છે, ત્યારે આ પ્લેટફોર્મ તેમના લાઈફ પાર્ટનર સાથે લગ્ન જીવનમાં જોડાતા પહેલા તેમને ચકાસવાનું, તેમજ એકબીજાની દિનચર્યાઓ તથા આદતો વિશે અવગત કરાવનારી કડી બની છે.

જેમ પહેલા પારંપરિક રીતે થનારા લગ્ન જોડાણોના પ્રસંગોમાં લગ્ન ઈચ્છુક યુવક અને યુવતીને વ્યક્તિગત રીતે મુલાકાત કરાવવામાં આવતી હતી, તેમ બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે પહેલા ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી તેઓ સંવાદ સાધી શકશે, તેમ જ વર્ચ્યુઅલ લિવિંગ ફિચર્સ ની મદદથી તેઓ પોતાની દિનચર્યા અને રોજીંદી આદતો રહેશે તેમના ભવિષ્યના પાર્ટનર સાથે વાતો કરી શકશે. તદુપરાંત મેચમેકિંગની આ પ્રક્રિયાને વધુ રસપ્રદ બનાવવા માટે વિવિધ ગેમ્સ તથા ચેલેન્જીસના માધ્યમથી તેઓ એકબીજાને વધુ જાણી શકે તેવા ફીચર્સ પણ આ પ્લેટફોર્મમાં સમાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Excise On ATF: ભારતીયો માટે વિદેશ જવું થશે સસ્તુ, સરકારે કરી આ જાહેરાત- વાંચો વિગત

કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં બેચલર એવા અર્બનમેચ ના ફાઉન્ડર નીશુ બાબેરવાલ જણાવે છે કે તેઓ પહેલેથી જ ટેકનોલોજી પ્રત્યે ઊંડી રૂચી ધરાવતા હતા, તથા અર્બનમેચ પ્લેટફોર્મના કો-ફાઉન્ડર એવા આર્યવ્રત ગોયાંકા કે જેમને, બેન્સન કોલેજ ખાતેથી માર્કેટિંગ તથા એન્ટરપ્રિનરશીપ નો અભ્યાસ પૂર્ણ કરેલ છે, અમે બંને આ પ્લેટફોર્મ ને લઈને ખૂબ ઉત્સાહી હતા. પરંપરાગત રીતે વાપરવામાં આવતા મેચ મેકિંગ પ્લેટફોર્મ માં યુવક અને યુવતીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી અમે આ દિશામાં એક નક્કર સોલ્યુશન વિકસાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને અર્બનમેચ શરૂ કર્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ ને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી એવી વેન્ચર કેપિટલ સંસ્થા 100x VC ના કો-હોર્ટ માં પણ પસંદગી પામ્યા છે. વડોદરા શહેર ની પારુલ યુનિવર્સિટી ના સ્ટાર્ટઅપ એક્શેલેટર સેન્ટર એવા ‘વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા ઇન્કયુબેટેડ તથા સપોર્ટેડ આ મેચમેકિંગ સ્ટાર્ટઅપ આ સેક્ટર નો મહત્વપૂર્ણ પ્રશ્ન હલ કરી રહ્યા છે, અને અર્બનમેચ આ અંગેનો તમામ જરૂરી સપોર્ટ તેઓ વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો – પારુલ યુનિવર્સિટી ના માધ્યમ થી મેળવી રહ્યા છે.

આ પણ વાંચો: RBI governor statement: RBI ગવર્નરે આપી નવી આશા, કહ્યું- મોંઘવારીથી જલદી રાહત મળશે, મંદીની આશંકા પણ ઘટશે- વાંચો વધુમાં શું કહ્યું?

Gujarati banner 01