Haj makka

Good news for Haj yatri: હજ યાત્રીઓ માટે આવ્યા મોટા સમાચાર, સાઉદી અરબ સરકારે કરી આ મોટી જાહેરાત

Good news for Haj yatri: ગયા વર્ષે મહિલાઓને મોટી રાહત આપતા સાઉદી સરકારે તેમને પુરૂષ સાથી ‘મેહરમ’ વગર હજ કરવાની મંજૂરી આપી હતી.

અમદાવાદ, 10 જાન્યુઆરી: Good news for Haj yatri; આ વર્ષે હજ યાત્રા માટે સાઉદી અરેબિયા જનારાઓ માટે સારા સમાચાર છે. સાઉદી અરેબિયાએ 2023માં તમામ પ્રતિબંધો હટાવી દીધા છે જે તેણે બે વર્ષ પહેલા 2020માં કોરોના વાયરસ મહામારીને કારણે લગાવ્યા હતા. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે 9 જાન્યુઆરીએ ટ્વિટર પર આની જાહેરાત કરતા કહ્યું, ‘1444H માં હજ યાત્રીઓની સંખ્યા, વય પ્રતિબંધ વિના કોરોના મહામારી પહેલા જેવી જ સ્થિતિમાં પરત ફરશે.’

આ પણ વાંચો:-

Rashmi Desai Bold Video: બિગ બોસના આ સ્પર્ધકનો ડાન્સ જોઈને લોકોને પરસેવો છૂટી ગયો, ડ્રેસ હવામાં ઉડી ગયો….

Vadnagar kite festival: આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પૌરાણિક નગરી વડનગર ખાતે પતંગ મહોત્સવનો શુભારંભ

How to get rid of dark underarms: શું તમારે ડાર્ક અંડરઆર્મ્સને કારણે શરમ અનુભવવી પડે છે? આ રીતે દૂર કરી શકાય…

હજ અને ઉમરાહ મંત્રી તૌફિક અલ-રબિયાહે હજ એક્સ્પો 2023ના ઉદઘાટન દરમિયાન આની જાહેરાત કરી હતી. 2023માં હજ સીઝન 26 જૂનથી શરૂ થઈ શકે છે. સ્થાનિક મીડિયા અનુસાર, હજ અને ઉમરાહ મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે, આ વર્ષે નોંધણી માટે પ્રાથમિકતા એવા લોકોને આપવામાં આવશે જેમણે અગાઉ ક્યારેય હજ નથી કરી. અગાઉ એવા અહેવાલ હતા કે મંત્રાલય હજ યાત્રીઓને ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ દ્વારા વિઝા માટે અરજી કરવાની મંજૂરી આપવા જઈ રહ્યું છે.

ગયા વર્ષે વય મર્યાદા નક્કી કરાઈ હતી

Good news for Haj yatri; 2019માં કોરોના મહામારીની અસર હજ યાત્રા પર પણ પડી હતી. વિશ્વવ્યાપી પ્રતિબંધો પહેલા, હજ કરનારા લોકોની સંખ્યા 2.6 મિલિયન હતી. કોવિડ બાદ સાઉદી સરકારે 2022માં 10 લાખ હજ યાત્રીઓનું સ્વાગત કર્યું હતું. જો કે, ગયા વર્ષે ફક્ત 18થી 65 વર્ષની વયના લોકોને જ હજ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી અને જેઓ કોરોનાથી સંપૂર્ણપણે સુરક્ષિત હતા.

સાઉદી અરેબિયા હજ યાત્રીઓને સુવિધા પૂરી પાડે છે

કોરો મહામારીના પ્રતિબંધ હટાવ્યા પછી, સાઉદી અરેબિયાની સરકાર વિશ્વભરના હજ યાત્રીઓને ઘણી સુવિધાઓ આપી રહ્યી છે. ત્યારે ગયા વર્ષે મહિલાઓને મોટી રાહત આપતા સાઉદી સરકારે તેમને પુરૂષ સાથી ‘મેહરમ’ વગર હજ કરવાની મંજૂરી આપી હતી. આ સિવાય ઉમરાહ વિઝાની અવધિ 30થી વધારીને 90 દિવસ કરવામાં આવી હતી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો