Khodiyar jayanti

Khodiyar jayanti: અંબાજીમાં ખોડીયાર જયંતી ની ભારે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી

Khodiyar jayanti: યાત્રાધામ અંબાજી ખાતે પણ બે વર્ષ બાદ ખોડીયાર નવયુક્ત મંડળ દ્વારા આજે ખોડીયાર જ્યંતી ની ભારે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 29 જાન્યુઆરી: સમગ્ર રાજ્ય માં આજે ખોડીયાર જ્યંતી ની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ બે વર્ષ બાદ ખોડીયાર નવયુક્ત મંડળ દ્વારા આજે ખોડીયાર જ્યંતી ની ભારે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી છે. અંબાજી માં પૌરાણીક ખોડીયાર માતા નાં મંદિરે સવાર થી જ દર્શનાર્થીઓ ની ભીડ જોવા મળતી હતી. સાથે ખોડીયાર માતા ને પણ વિવિધ પ્રકાર નાં 175 વ્યજંનો ભોગ નું અન્નકુટ ધરાવવામાં આવ્યુ હતુ.ને વિશેષ હોમહવન કરી ખોડીયાર જ્યંતી ની ઉજવણી કરાઇ હતી.

બપોર નાં સમય ખોડીયાર માતા ની વિશાળ શોભાયાત્રા પણ નિકાળવામાં આવી છે. જે સમગ્ર અંબાજી શહેર માં ફરી હતી. જોકે આમ તો આ મંદિર અંબાજી મંદિર જેટલુંજ પૌરાણીક હોવાનું માનવામાં આવે છે.

પણ છેલ્લા 12 વર્ષ થી ખોડીયાર નવયુક્ત પ્રગતી મંડળ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટ નાં સહીયોગ થી આ જ્યંતી ની ઉજવણી કરવામાં આવે છે. ને કોરોના ની મહામારી ના કારણે બે વર્ષ બાદ ફરી શ્રી ખોડીયાર જયંતિ ઉજવાતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

આ પણ વાંચો: Arvind joshi: બે વર્ષ પહેલાં અરવિંદ જોશી અનંતની યાત્રાએ નીકળી પડ્યા હતાં, આજે એમની પુણ્યતિથિ પર એમને યાદ કર્યા વગર રહી ન શકી: વૈભવી જોશી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો