India win u 19 t20 world cup

India win U19 t20 world cup: શેફાલી વર્માની કેપ્ટન્સીમાં ભારતે જીત્યો અંડર-19 T20 વર્લ્ડ કપ

India win U19 t20 world cup: મહિલા ક્રિકેટમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો હોય

ખેલ ડેસ્ક, 30 જાન્યુઆરી: India win U19 t20 world cup: 19 વર્ષની શેફાલી વર્માની આગેવાનીમાં ભારતની અંડર-19 મહિલા ટીમે ઈતિહાસ રચ્યો છે. વાસ્તવમાં ગઈકાલે ઈંગ્લેન્ડ સામે રમાયેલી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવીને અંડર-19 T20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. આ ટુર્નામેન્ટનું આયોજન ICC દ્વારા પ્રથમ વખત કરવામાં આવ્યું હતું.

ઈંગ્લેન્ડે ભારતને વર્લ્ડ કપ જીતવા માટે માત્ર 69 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે માત્ર 14 ઓવરમાં જ પૂરો કરી લીધો હતો. ભારતે 3 વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા અને ઈતિહાસ રચ્યો. મહિલા ક્રિકેટમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો હોય. ટીમ ઈન્ડિયા માટે ફાઈનલમાં સૌમ્યા અને ત્રિશાએ 24, 24 રનની ઈનિંગ્સ રમી હતી.

ફાઇનલમાં ભારતીય બોલરોએ ઇતિહાસ રચ્યો…

શેફાલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો ત્યારે બધાની નજર બોલરો પર હતી. ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી અને આ નિર્ણય સાચો સાબિત થયો. ઈંગ્લેન્ડની ટીમ માત્ર 68ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. ભારત તરફથી તમામ બોલરોએ વિકેટો મેળવી હતી અને ઈંગ્લેન્ડ બેકફૂટ પર રહ્યું હતું.

ટીમ ઈન્ડિયા માટે તિતાસ સાધુએ 4 ઓવરમાં 2/6 જ્યારે અર્ચના દેવીએ 3 ઓવરમાં 2/17 વિકેટ લીધી હતી. તેના સિવાય ફરી એકવાર પાર્શ્વી ચોપરા અદ્ભુત હતી, જેણે 4 ઓવરમાં માત્ર 13 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેમના સિવાય મન્નત કશ્યપ, કેપ્ટન શેફાલી વર્મા અને સોનમ યાદવને 1-1 વિકેટ મળી હતી.

ચેમ્પિયન ટીમ પર કરોડોનો વરસાદ

ટીમ ઈન્ડિયાની જીત બાદ BCCIએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે કુલ પાંચ કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. BCCI સેક્રેટરી જય શાહે આ જાણકારી આપી છે.

જય શાહે ટ્વીટ કર્યું, ‘ભારતમાં મહિલા ક્રિકેટ તેની ચરમસીમા પર છે અને વર્લ્ડ કપની જીતથી મહિલા ક્રિકેટનું કદ ઘણું ઊંચું થયું છે. આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે ઈનામી રકમ તરીકે 5 કરોડ રૂપિયાની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. આ ચોક્કસપણે એક પાથ-બ્રેકિંગ વર્ષ છે.

આ પણ વાંચો: Khodiyar jayanti: અંબાજીમાં ખોડીયાર જયંતી ની ભારે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો