accident 1

Accident between tempo and truck: રખડતા ઢોરના કારણે બ્રિજ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત

Accident between tempo and truck: ગઇકાલે 100થી વધુ ગાયો પકડી 72 લોકો સામે FIR કરવામાં આવી

અમદાવાદ, 29 ઓગષ્ટ: Accident between tempo and truck: રાજ્યમાં દિવસે ને દિવસે રખડતા ઢોરોનો આતંક વધતો જાય છે. હાઇકોર્ટની ફટકાર બાદ પણ શહેરોના જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ની 21 ટીમો રસ્તા પર રખડતા ઢોર્ને પકડવા માટે કાર્યરત છે. ગઇકાલે 100થી વધુ ગાયો પકડી 72 લોકો સામે FIR કરવામાં આવી હતી.  AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્રારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા ત્રણ દિવસમાં 540 ગાયો પકડવામાં પકડવામાં આવી છે. 

ત્યારે આજે સવારે રખડતા ઢોરના લીધે ઝાયડસ બ્રિજ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઝાયડસ બ્રિજ પર અચાનક ઢોર આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું ટેમ્પોના માલિકે જણાવ્યું હતું. બંને વાહન ચાલકોને ઇજા પહોંચી છે જ્યારે ઢોરનું મોત નિપજ્યું છે. પરંતુ સવાલ એ છે બ્રિજ પર ઢોર કેવી રીતે આવ્યું. 

આ પણ વાંચોઃ Great performances from Hardik and Jadeja: એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રોમાંચક મેચમાં ભારતે શાનદાર જીત

કેન્દ્ર સરકારે ગત ફેબ્રુઆરીમાં એક રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો, જેમાં જાણવા મળ્યું છે કે, 2019ની ગણતરી અનુસાર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર છે, તેમાંથી રખડતા ઢોર અને કુતરાની સંખ્યા પણ જોડાયેલી છે. જો વાત કરીએ તો, સૌથી વદારે રખડતા ઢોરવાળા રાજ્યોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 493 રખડતા ઢોર છે, તો બીજા નંબર ઉત્તર પ્રદેશમાં 469 છે. ત્યાર બાદ છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઝારખંડ, પંજાબ અને હરિયાણામાં સૌથી વધારે રખડતા ઢોર રખડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની સીઝન આવતાની સાથે ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળે છે. રખડતા ઢોર ખાસ ચોમાસાની સીઝનમાં સામાન્ય જગ્યાઓ પર ભીની જગ્યાઓ હોવાને લીધે રાખતા ઢોર રોડ રસ્તા પર આવીને બેસી જતા હોય છે. ત્યારે આ રસ્તા પર બેઠેલા ઢોરને લઇ શહેરીજનોમાં અકસ્માતની ભય વધ્યો છે. 

આ પણ વાંચોઃ National Sports Day: રાષ્ટ્રીય ખેલ દિવસ પર વાંચો સુરતની ડોલ્ફિન ગર્લ તરીકે ઓળખાતી કલ્યાણી સક્સેનાની કહાણી

Gujarati banner 01