Great performances from Hardik and Jadeja

Great performances from Hardik and Jadeja: એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રોમાંચક મેચમાં ભારતે શાનદાર જીત

Great performances from Hardik and Jadeja: હાર્દિક પંડ્યાના 17 બૉલમાં 33 રન, 3 વિકેટ પણ ઝડપી રવિન્દ્ર જાડેજાએ 29 બૉલમાં 35 રન ફટકાર્યા

સ્પોર્ટ્સ ડેસ્ક, 29 ઓગષ્ટઃGreat performances from Hardik and Jadeja: ભારતીય ક્રિકેટ ટીમના હાલના સમયમાં બે શ્રેષ્ઠ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ ફરી એકવાર ભારતની અને ગુજરાતની શાન વધારી છે. કટ્ટર હરીફ પાકિસ્તાન સામે બંને ગુજ્જુ ખેલાડીઓએ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. બેટ અને બોલ બંનેથી આ બે સ્ટાર ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાને ક્રિકેટના મહા મુકાબલામાં જીત અપાવી હતી.

આ પણ વાંચોઃ National Sports Day: રાષ્ટ્રીય ખેલ દિવસ પર વાંચો સુરતની ડોલ્ફિન ગર્લ તરીકે ઓળખાતી કલ્યાણી સક્સેનાની કહાણી

હાર્દિક પંડ્યાનું ઑલરાઉન્ડ પ્રદર્શન

ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડ હાર્દિક પંડ્યાએ પાકિસ્તના સામે દમદાર બોલિંગ કરી ત્રણ વિકેટ ઝડપી હતી જેની મદદથી ભારત પાકિસ્તાનને 148 રન પર રોકવામાં સફળ રહ્યું હતું. હાર્દિકે બેટિંગમાં પણ ધમાલ મચાવતા 17 બૉલમાં 33 રન ફટકાર્યા હતા અને શાનદાર શોર્ટ ફટકારી ભારતને જીત અપાવી હતી.

રવિન્દ્ર જાડેજાનો શાનદાર દેખાવ

સૌરાષ્ટના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પાકિસ્તાન સામેની આજની મેચમાં બેટિંગ બોલિંગ અને ફિલ્ડીંગ ત્રણેયમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ 29 બૉલમાં 35 રન ફટકાર્યા હતા. હાર્દિક પડ્યા સાથે ભાગીદારી કરીને બંનેએ ટીમને જીત અપાવી હતી.

આ પણ વાંચોઃ Bhadaro month: 25 સપ્ટેમ્બર સુધી ભાદરવા મહિનો, જાણો પુરાણો શું કહે છે આ મહિના વિશે

Gujarati banner 01