Heavy rain in ambaji

Heavy rain in ambaji: યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ, પોણા કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો

Heavy rain in ambaji: મુખ્ય હાઇવે માર્ગ ઉપર ઢીંચણ સમા પાણી ભરાતા અનેક વાહનચાલકો ભારે મુશ્કેલી માં મુકાયા

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 05 ઓગષ્ટઃ Heavy rain in ambaji: વરસાદના ટૂંકા વિરામ બાદ આજે બપોર બાદ દિવસ ભરની ગરમીના ઉકળાટ બાદ સાંજ ના સુમારે એકાએક ગાજવીજ સાથે વરસાદ શરુ થયો હતો ,અંબાજીમા આજે પડેલો વરસાદ પોણા કલાકમાં 2 ઇંચ જેટલો પડ્યો હતો જેને લઈ સમગ્ર અંબાજી પંથકમાં પાણી પાણી થયા હતા મુખ્ય હાઇવે માર્ગ ઉપર ઢીંચણ સમા પાણી ભરાતા અનેક વાહનચાલકો ભારે મુશ્કેલી માં મુકાયા હતા.

જયારે વાહનોમાં પણ પાણી ભરાતા વાહનો પાણી મા જ અટવાઈ પડ્યા હતા મુખ્ય બજાર માં પણ માર્ગો નદી માં ફેરવાયા હતા જેને લઈ કેટલીક દુકાનો માં પણ પાણી ભરાતા વેપારીઓ ને ભારે હાલાકી ભોગવવી પડી હતી આજે અંબાજી માં પડેલો વરસાદ સીઝન નો સૌથી મોટો વરસાદ માનવામાં આવે છે જેને લઈ આજે પડેલા વરસાદ થી સમગ્ર અંબાજી પંથક જળમગ્ન બન્યું હતું અંબાજી માં દરવર્ષે ચોમાસા માં મુખ્ય હાઇવે પર પાણી ભરાવાની પારાવાર સમસ્યા સર્જાય છે.

Heavy rain in ambaji 1

આ પણ વાંચોઃ Accident of private travel: પાવાગઢના દર્શનાર્થીઓની ટ્રાવેલ્સ પલ્ટી ખાતા થયો અકસ્માત, 14 લોકો ગંભીર હાલતમાં 1 મહિલાનુ મોત નિપજ્યુ

જ્યાં સુધી પાણી ન ઓસરે ત્યાં સુધી વાહન ચાલકો ને રોકાવું પડે છે કે પછી રસ્તો બદલવો પડે છે બજારો માં પણ રસ્તાઓ ની ભૌગોલિક પરિસ્થિતિ ના કારણે પારાવાર વેપારીઓ પણ પરેશાન થતા હોય છે જ્યાં મોટા નાળા નાખી વરસાદી પાણી નો કાયમી નિકાલ લાવા વેપારીઓ માંગ કરી રહ્યા છે.

Heavy rain in ambaji 2

જયારે આજે મંદિર ના 7 નંબર તરફ ના વહેતા પાણી ના પ્રવાહ માં એક યુવતી તણાવાની ઘટના બની હતી પણ મંદિર ના હોમગાર્ડ તથા gisf ના ગાર્ડ દ્વારા આ યુવતી ને બચાવી લેવાઈ હતી,નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરવાની સમસ્યા ને લઈ ગ્રામજનો પણ પારાવાર મુશ્કેલી નો સામનો કરતા હોય છે.

આ પણ વાંચોઃ Asaram court hearing: જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામે વીડિયો કોન્ફરન્સ દ્વારા પોતાના પર લાગેલા આરોપને ષડયંત્ર ગણાવ્યું- વાંચો વિગત

Gujarati banner 01