farmer

Agriculture Land Purchase Rules in Gujarat: ગુજરાતમાં કોઈ પણ ગુજરાતી ખેતીની જમીન ખરીદી શકે? જાણી લો શું છે કાયદો અને નિયમો

Agriculture Land Purchase Rules in Gujarat: ગુજરાતમાં સરકારે કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં જમીન ખરીદી શકે એ માટે ગણોતધારાના કાયદામાં સુધારા કરવાનો નિર્ણય લીધો છે

ગાંધીનગર, 09 માર્ચઃ Agriculture Land Purchase Rules in Gujarat: પરિવારમાં દાદા-પિતા કે પર દાદા ખેડૂત હોય તો તેના પરિવારના સભ્યો જ ખેડૂત ગણાય છે. એટલે કે, માત્ર વારસાઈથી જ ખેડૂત થઈ શકાય છે. જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ. એ સિવાયના અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણાતધારોનો કડક કાયદો છે. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં આ કાયદો છે પરંતુ એટલો બધો કડક નથી. મોટાભાગના રાજ્યોમાં ગણોતધારાનો કાયદો ખુબ જ સરળ છે.

આ પણ વાંચોઃ Gujarat Government Scheme: ગુજરાતની કન્યાઓ માટે 2 જબરદસ્ત યોજના, ધોરણ 9થી 12નો અભ્યાસ પૂરો કરનારી દરેક કન્યાને મળશે 50,000 રૂપિયા

કોઈ મોટી ગુંચવણો નથી, ઘણી છૂટછાટો મળે છે. હાલમાં કોઈ પણ વ્યક્તિ સરળતાથી ખેડૂત બની શકતો નથી. ગુજરાતમાં જમીનોના ભાવો વધારે હોવાથી આ કાયદો વ્યાપક છે કારણ કે કોઈ પણ વ્યક્તિ એક સાથે હજારો એકર જમીનનો માલિક બની શકે છે. 

ગુજરાતમાં સરકારે કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં જમીન ખરીદી શકે એ માટે ગણોતધારાના કાયદામાં સુધારા કરવાનો નિર્ણય લીધો છે. જે માટે એક કમિટી બનાવી પણ છે. ગુજરાત રાજ્યમાં ખેતીની જમીનના નિયમન માટે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૮ અસ્તિત્વમાં છે. આ કાયદો જમીન સુધારાના ભાગરૂપે (Land Reform) મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં હતું ત્યારે ઘડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Gujarat Police Recruitment 2024: પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થશે, 12000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

ગુજરાત રાજ્ય મુંબઈ રાજ્યમાંથી અલગ થવાથી આ કાયદો પણ અન્ય કાયદાઓની માફક અમલમાં છે. આ કાયદામાં ગણોતધારાની કલમ-૬૩ મુજબ કોઈપણ બિનખેડુત વ્યક્તિ, કલેક્ટરની પરવાનગી સિવાય ખેતીની જમીન ધારણ કરી શક્તો નથી.  હવે શિક્ષણનો વ્યાપ વધવાથી મોટાભાગના ખેડૂતો શિક્ષિત થયા છે. પરંતુ આજે પણ ઘણા ખેડૂતોને કાયદાની જાણકારી ન હોવાથી કોઈ અસાધારણ સંજોગોમાં ધારણ કરેલ જમીન એટલે કે ખાતાની જમીન વેચી દે તો તે વ્યક્તિ બિનખેડૂત બની જાય અને તે બીજી જમીન ધારણ ન કરી શકે.

કોઈ સાચા ખેડુત ખાતેદાર છે અને ખેતી ઉપર નિર્ભર છે તેવા ખેતીની જમીન ધારકની જમીન એક જગ્યાએથી પુરેપુરી વેચી દે અને રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવી હોય અને જાહેર હેતુ માટે જમીન સંપાદન થવાથી બિનખાતેદાર થાય અને જે વળતરની રકમમાંથી બીજી જગ્યાએ જમીન ખરીદવી હોય તો તે માટે સરકારના મહેસૂલ વિભાગના તા.૨૪-૧-૨૦૦૩ના ઠરાવ ક્રમાંક: – ગણત-૨૬૯૯/૪૩૪૩/ઝ અન્વયે નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યારે ખેડુતે તમામ જમીનનું વેચાણ કરી દીધું હોય અને ખેડૂતનો દરજ્જો ચાલુ ન રહે તેવી સ્થિતિ હોય તે સંજોગોમાં ‘ખેડુત પ્રમાણપત્ર’ મેળવવા માટે જમીન વેચાણ થયા તારીખથી કલેક્ટરને ૬૦ દિવસની મર્યાદામાં અરજી કરી દેવાની છે. 

ઉલ્લેખનીય છે કે, ખેડૂત સાથે બિનખેડૂત વ્યક્તિ સહભાગીદાર તરીકે ખેતીની જમીન ખરીદી શકે નહીં. મતલબ કે ખેડૂત સાથેનો બિનખેડૂત ભાગીદાર ખેતીની જમીન ખરીદીને ખેડૂત બની શકે નહીં. ગુજરાત રાજયનો વ્યકિત પણ આવા સંજોગોમાં ગુજરાતમાં પણ ખેતીની જમીન ખરીદી શક્તો નથી પણ હવે સરકાર નિયમોમાં બદલાવ કરવા જઈ છે. ગણોતધારો કાયદો બદલાઈ ગયો તો કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે. જેમાં જમીનોના ભાવ તો ઉંચકાઈ જશે પણ ખેડૂતોની જમીન છીનવાશે તેમાં નવાઈ નહી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો