IND vs ENG Test Series 2024

IND vs ENG Test Series: ભારતે ઇંગ્લેન્ડની સામે મેળવી શાનદાર જીત, રોહિત શર્મા અને શુભમન ગિલે બનાવી સદી

IND vs ENG Test Series: ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનું સ્થાન વધારે મજબૂત કર્યુ

સ્પોર્ટ્સ ડેસ્ક, 09 માર્ચઃ IND vs ENG Test Series: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઘરઆંગણે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 4-1 થી ધૂળ ચટાડી છે. ભારતીય ટીમે સળંગ ચાર ટેસ્ટમાં જીત નોંધાવતા ઈંગ્લેન્ડ સામે ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતીય ટીમે સિરીઝની અંતિમ ટેસ્ટમાં એક ઈનીંગ અને 64 રનથી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયા સિરીઝના અંતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં સૌથી ટોચના સ્થાને વધુ મજબૂત કરી લીધુ છે.

ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ ધર્મશાળામાં રમાઈ હતી. જ્યા ભારતીય ટીમે એક ઈનીંગથી ઈંગ્લેન્ડને હાર આપી છે. ભારતીય સ્પીનરો અને બેટર્સે જબરદસ્ત પ્રદર્શન વડે ઈંગ્લેન્ડને ધર્મશાળામાં ધૂળ ચટાડી છે. ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે ધર્મશાળામાં સદી નોંધાવી હતી.

આ પણ વાંચોઃ Agriculture Land Purchase Rules in Gujarat: ગુજરાતમાં કોઈ પણ ગુજરાતી ખેતીની જમીન ખરીદી શકે? જાણી લો શું છે કાયદો અને નિયમો

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ભારતીય ટીમે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2024-25માં 9 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી 6 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો વિજય નોંધાયો છે. જ્યારે ભારતીય ટીમની બે મેચમાં હાર થઈ હતી, જેમાંથી એક હાર ઈંગ્લેન્ડ સામે નોંધાઈ હતી. જ્યારે એક મેચ ડ્રો પર છૂટી હતી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો