Gujarat police

Gujarat Police Recruitment 2024: પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થશે, 12000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

Gujarat Police Recruitment 2024: SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે

અમદાવાદ, 09 માર્ચઃ Gujarat Police Recruitment 2024: રાજ્ય સરકાર આગામી સમયમાં 12 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનારા સમયમાં 12 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. 

ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 12,000 નવી ભરતી થશે. જેમાં નવા 597 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે.

આ પણ વાંચોઃ Gujarat Government Scheme: ગુજરાતની કન્યાઓ માટે 2 જબરદસ્ત યોજના, ધોરણ 9થી 12નો અભ્યાસ પૂરો કરનારી દરેક કન્યાને મળશે 50,000 રૂપિયા

રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરાશે. નોટીફિકેશન બાદ પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે. આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષા બાદની રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ Pakistan student Blasphemy: પાકિસ્તાનમાં ધાર્મિક ટિપ્પણી બદલ 22 વર્ષના વિદ્યાર્થીને મોતની સજા, બીજા 17 વર્ષના વિદ્યાર્થી આજીવન કારાવાસ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો