Ambaji Mohanthal Prasad: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણયનો ચોમેર વિરોધ; હાઈકોર્ટમાં પીઆઈએલ કરાશે
Ambaji Mohanthal Prasad: કલેક્ટરે હાથ ખંખેરતાં કરતાં કહ્યું કે, બધા નિર્ણયો અહીંથી થતા નથી
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 09 માર્ચ: Ambaji Mohanthal Prasad: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણયનો ચોમેર વિરોધ ,હાઈકોર્ટમાં હોળી-ધૂળેટીની રજાઓ હોવાના કારણે આવતા સપ્તાહે પીઆઈએલ કરાશે – કલેક્ટરે હાથ ખંખેરતાં કરતાં કહ્યું કે, બધા નિર્ણયો અહીંથી થતા નથી.
યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણયનો ચોમેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે હિન્દુ સંગઠનો આક્રમક જાેવા મળી રહ્યા છે. અંબાજી હિત રક્ષક સમિતિએ ૮મી તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું પણ હજુ કોઈ નિવેડો આવ્યો નથી. હવે શનિવારથી આ મામલો ઉગ્ર બની શકે છે અને હિન્દુ સંગઠનો દ્વારા મંદિર પરિસરમાં ધરણા યોજવામાં આવનાર છે.
બીજી તરફ હાઈકોર્ટમાં હોળી-ધૂળેટીના તહેવારોની રજાઓ હોવાના કારણે આવતા સપ્તાહે પીઆઈએલ કરવામાં આવી શકે છે. બનાસકાંઠા કલેક્ટરે અગાઉ કહ્યું હતું કે, માઈ ભક્તોના હિતમાં નિર્ણય લેવામાં આવશે પણ હવે હાથ ખંખેરતાં કહે છે કે, બધા નિર્ણયો અહીંથી થતા નથી. મતબલ સાફ થઈ રહ્યો છે કે, મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય ગાંધીનગરથી લેવામાં આવ્યો છે અને પરદા પાછળ ભાજપના કોઈ મોટી વ્યક્તિનો દોરી સંચાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો:–Rajkot to Lalkuan Special Train: રાજકોટથી લાલકુઆં (ઉત્તરાખંડ) માટે સ્પેશિયલ ટ્રેન દોડશે
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો