Problem of stray cattle

AMC was ordered by the High Court: હાઈકોર્ટે AMCને આદેશ આપતા કહ્યું- 72 કલાકમાં શહેરમાંથી રખડતાં ઢોરનો આતંક દૂર કરો

AMC was ordered by the High Court: AMCને હાઈકોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી માટે તૈયાર રહો

અમદાવાદ, 25 ઓગષ્ટઃ AMC was ordered by the High Court: અમદાવાદ રખડતા ઢોરનો અડ્ડો બનતા હવે હાઈકોર્ટે પણ લાલ આંખ કરી છે. હાઈકોર્ટે 72 કલાકમાં અમદાવાદમાં રખડતાં ઢોરનો આતંક દૂર કરવા AMC ને આદેશ કર્યો છે. હાઈકોર્ટે AMC પૂછ્યું કે, શું અત્યારે રસ્તા પર એક પણ રખડતું ઢોર નથી. કેમ તંત્ર ઢોરને નથી પકડતું. આજથી સતત 3 દિવસ સુધી પેટ્રોલિંગ કરી ઢોરનો આતંક દૂર કરવા આદેશ કર્યો છે. સાથે જ રખડતાં ઢોર અંગે 2 અધિકારીઓની નિમણૂંક કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, રસ્તે રખડતાં ઢોર પર વિશેષ ધ્યાન આપવામાં આવે. પેટ્રોલિંગ શિફ્ટ વધારવા અને જરૂરી પગલાં લેવામાં આવે. સાથે રખડતાં ઢોર અંગે રિપોર્ટ તૈયાર કરવા ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીને સૂચના પણ આપી છે.

અમદાવાદની જનતાને 72 કલાકમાં રખડતાં ઢોરથી મુક્તિ આપવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. રખડતાં ઢોરને કારણે થતાં અકસ્માતો વધી રહ્યાં છે. ત્યારે આ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ફટકાર લગાવી હતી.

આ પણ વાંચોઃ Credit and debit card payment rules will change: આગામી મહીનાથી બદલાઈ જશે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પેમેન્ટના નીયમો

AMCને હાઈકોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી માટે તૈયાર રહો. સુનાવણીમાં ખંડપીઠે સરકારને ટકોર કરી હતી. જેમાં એએમસીને કહેવાયું હતું કે, સોમવાર સુધીમાં આ સમસ્યા પર અંકુશ માટે પ્રસ્તાવ નહિ લાવો તો અમે કડકમાં કડક આદેશો જારી કરીશું. આ પરિસ્થિતિ ચેતવણીરૂપ છે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે આવતીકાલથી રસ્તા પર ઢોરને લીધે કોઈને અકસ્માત કે મોત નીપજવું ન જોઈએ. 

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ કે, રાજ્યના નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશન હેઠળ રાજ્યના પશુપાલકો, નાગરિકો કે પશુઓ કોઇને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાશે. પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો પોતાના પશુ ઢોરવાડામાં મુકી શકશે, જેની સંપૂર્ણ સારસંભાળ રાજ્ય સરકાર રાખશે. એટલુ જ નહિ, ઢોરવાડા સુધી રખડતા ઢોરને પહોંચાડવા માટેના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે.

આ પણ વાંચોઃ India covid case update: દેશમાં કોરોના નવા સંક્રમિત થોડો વધારો થયો, સક્રિય કેસોમાં વધુ ઘટાડો જોવા મળ્યો

Gujarati banner 01