Mumbai police arrested the accused: બોમ્બથી ઉડાવાની ધમકી બાદ મુંબઇ પોલીસ ગુજરાત આવી, 2 આરોપીની કરી ધરપકડ- વાંચો વિગત

Mumbai police arrested the accused: બંને આરોપી વાપીના રહેવાસી અને બંનેને મોબાઈલ લોકેશનથી મહારાષ્ટ્ર પોલીસે ટ્રેક કરી વલસાડ જિલ્લા DSP ને જાણ કરી

વલસાડ, 25 ઓગષ્ટ:Mumbai police arrested the accused: મુંબઈના અંધેરીમાં ખાનગી સેવન સ્ટાર હોટલના રીસેપ્શન અને મેનેજરને ફોન કરી ખંડણી માગવામાં આવી હતી અને બોમ્બથી ઉડાવાની ધમકી પણ આપવામાં આવી છે. જેને લઈ મહારાષ્ટ્ર પોલીસે વલસાડ એસ.ઓ.જી પોલીસની મદદથી સંયુક્ત ઓપરેશન હાથ ધરી વાપીના છીરી ખાતેથી બે ઇસમોની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે.

વલસાડ જિલ્લા SOG પોલીસ તેમજ ડુંગરા પોલીસની મદદ લઇ મહારાષ્ટ્ર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપી વાપીના રહેવાસી અને બંનેને મોબાઈલ લોકેશનથી મહારાષ્ટ્ર પોલીસે ટ્રેક કરી વલસાડ જિલ્લા DSP ને જાણ કરી હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

આ પણ વાંચોઃ AMC was ordered by the High Court: હાઈકોર્ટે AMCને આદેશ આપતા કહ્યું- 72 કલાકમાં શહેરમાંથી રખડતાં ઢોરનો આતંક દૂર કરો

બીજી તરફ મહારાષ્ટ્રના દરિયા કિનારેથી ઘાતક હથિયારો સાથેની બીનવારસી બોટ મળ્યા બાદ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ત્યારે મહારાષ્ટ્રને અડીને આવેલા જ વલસાડ જિલ્લામાં દરિયા કિનારા વિસ્તારમાં પોલીસ એલર્ટ મોડ પર છે. વલસાડ જિલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. આથી જિલ્લાના દરિયા કિનારે મરીન પોલીસ સહિત જે તે પોલીસ સ્ટેશન વિસ્તારની ટીમો દ્વારા દરિયાઈ પટ્ટીના ગામોમાં અને વિસ્તારોમાં સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ સાથે જ પોલીસ દ્વારા માછીમારોને મલી અને જરૂરી સૂચન કરવામાં આવી રહ્યા છે અને દરિયામાં થતી કોઈપણ શંકાસ્પદ હીલચાલ પોલીસ સુધી પહોંચવા પહોંચાડવા માટે માછીમારોને જણાવવામાં આવી રહ્યું છે. આમ વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા પર  પોલીસ બાજ નજર રાખી રહી છે. જિલ્લાના દરિયા કિનારામાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. જોકે, અગાઉ પણ વલસાડનો દરિયા કિનારો આરડીએક્સ લેન્ડિંગ પ્રકરણે બદનામ થઈ ચૂક્યો છે. ત્યારે હવે કોઈ આવી ગતિવિધિઓ ન થાય તે માટે પોલીસ એલર્ટ છે.

આ પણ વાંચોઃ Credit and debit card payment rules will change: આગામી મહીનાથી બદલાઈ જશે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પેમેન્ટના નીયમો

Gujarati banner 01