Amit Shah launched toy bank in gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રમકડા બેંકનો આરંભ કરાયો

Amit Shah launched toy bank in gandhinagar: ભાજપના કાર્યક્રરો દ્વારા ’રમશે બાળકો, ખીલશે બાળકો’ ઉમદા ભાવ સાથે એકત્ર કરાયેલાં રમકડાનું ૨૦૩ બાળકોને કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે વિતરણ કરાયું

ગાંધીનગર, 20 મેઃ Amit Shah launched toy bank in gandhinagar: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર નજીકના બોરીજ ખાતેથી જરૂરિયાતમંદ બાળકોને રમકડા વિતરણ કરીને, ગાંધીનગર ખાતે રમકડા બેંક અભિયાનનો આરંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ બાળકોને ચોકલેટ અને ફ્રૂટનું વિતરણ કર્યું હતું.

‘રમશે બાળકો, ખીલશે બાળકો ’નાં ઉમદા ભાવ સાથે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઇને જરૂરિયાતમંદ બાળકો માટે રમકડાં એકઠા કરવામાં આવ્યા હતા. આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા બોરીજ પ્રાથમિક શાળા ખાતે જરૂરિયાતમંદ ૨૦૩ જેટલા બાળકોને આ રમકડાનું વિતરણ કરીને આ ઉમદા અભિયાનનો આરંભ કરાવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બાળકોનો પ્રેમ અને લાગણી જોઇને તેમની તરફ આકર્ષાયા હતા. બાળકો બેઠા હતા ત્યાં તેમની વચ્ચે જઇને તેમણે બાળકોને ચોકલેટ અને ફ્રટનું વિતરણ કર્યું હતું. આ પ્રેમાળ સ્વભાવથી નાના ભુલકાઓનો ઉત્સાહ વધી ગયો હતો. બાળકો સામે ચાલીને તેમની પાસે ચોકલેટ અને ફ્રુટ લેવા માટે જતા હતા.

Advertisement

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષ મકવાણા, ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ઘારાસભ્ય જે.સી.પટેલ, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ રૂચિરભાઇ ભટ્ટ સહિત કોર્પોરટરઓ અને બોરીજ ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Bhupendra Patel launched Authorized Tourist Guide Service: મુખ્યમંત્રીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Advertisement