CM bhupendra Patel speech

Bhupendra Patel launched Authorized Tourist Guide Service: મુખ્યમંત્રીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ

  • મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં GSRTC અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી વચ્ચે ઈ-બસના ચાર્જિંગ સ્ટેશન માટે એમઓયુ કરાયા

Bhupendra Patel launched Authorized Tourist Guide Service: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ન્યૂ વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું ખાતમુહૂર્ત અને ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ

અમદાવાદ, 20 મેઃ Bhupendra Patel launched Authorized Tourist Guide Service: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૦મી ચિંતન શિબિર- ૨૦૨૩ ના દ્વિતીય દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ પામનાર ‘ન્યૂ વોક વે વીથ કૅનોપી’ અને ‘ફ્રિસ્કિંગ બૂથ’ નું ખાતમુહૂર્ત કર્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને તાપ, વરસાદ ઇત્યાદીથી રાહત મળે અને ચાલીને કાપવા પડતા અંતરમાં ઘટાડો થાય તેવા ઉમદા આશયથી વોક વે વીથ કૅનોપીનું નિર્માણ કરવામાં આવનાર છે.

આશરે રૂપિયા ૪.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર વોક વેથી પ્રવાસીઓને એસ.ઓ.યુ. કેમ્પસના બસ બે (BUS BAY) થી ગેટ નંબર- ૫ સુધી આવવામાં સરળતા રહેશે. આ વોક વે ૧૨૪.૦૦ મીટર લંબાઈ અને ૯.૦૦ મીટર પહોળાઈનો હશે.

રાષ્ટ્રની ઓળખ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો થાય અને મુલાકાતીઓને લાંબી કતારમાં ઉભા ન રહેવું પડે તે હેતુથી અલગ અલગ ચાર ફ્રિસ્કિંગ બુથનું નિર્માણ કરાશે. આશરે રૂપિયા ૪૦.૧૧ લાખના ખર્ચે તૈયાર થનાર ફ્રિસ્કિંગ બુથથી પ્રવાસીઓનું ઝડપી અને સરળતાથી નિયમન થઇ શકશે.

મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સફર વધુ રસપ્રદ અને જ્ઞાન વર્ધક બને તે માટે ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ પણ કરાવ્યો હતો. આ ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસ SOU ના શ્રેષ્ઠ ભારત ભવન અને બસ બે (BUS BAY) ખાતેથી ઉપલબ્ધ થશે. તાલીમ પ્રાપ્ત ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ કિફાયતી દરે પ્રવાસીઓની સાથે રહી એકતાનગરના નિર્માણથી તેની વિશેષતાઓ સુધીની માહિતી પ્રદાન કરશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં GSRTC અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી વચ્ચે ઈ-બસના ચાર્જિંગ સ્ટેશનના એમઓયુ કરાયા હતા. પ્રવાસીઓની સુખાકારીમાં વધારો કરવા આવનારા દિવસોમાં GSRTC દ્વારા વડોદરાથી એકતાનગર ઈ-બસની સેવા શરૂ કરવાનો નિર્ધાર કરાયો છે.

આ પ્રસંગે વિવિધ વિભાગના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Chintan Shibir Second Day: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યોએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના દર્શન કર્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો