khokhara attack

Amraiwadi brother war: અમરાઈવાડીમાં અર્જુન મુદલીયાર બાદ તેના સગા ભાઈ ભરતનો આતંક

Amraiwadi brother war: હાટકેશ્વરમાં બે સગા ભાઈ અર્જુન, ભરત અને માતા નિર્મલાના માથા પર માનસિક ખુન સવાર

અમદાવાદ, ૦૯ નવેમ્બર: Amraiwadi brother war: ક્રાઈમની દુનિયામાં જ્યારે કોઈ ગુનો કરે છે ત્યારે તે વ્યકિતના પરીવારજનો પોતાના ઘરના માણસને સુધારવાનો પ્રયત્ન કરતા હોય છે. પરતું અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક પરીવારના માથા પર જાણે ગુના કરવાનું ભૂત સવાર થઈ ગયું છે. ધરમાં એક-બે વ્યકિત નહી પણ બે સગા ભાઈ અને માતા પોતે ગુના કરવાના રંગમાં રંગાઈ ગયા છે. 5-6 મહીના અગાઉ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા વેપારી અજય અય્યર પર અર્જુન મુદલિયાર નામના વ્યકિતએ જાનથી મારવાનો ઘાતકી હુમલો કર્યો હતો.

Amraiwadi brother war: જેમા વેપારીનો આબાદ બચાવ થયો હતો. આ કેસમાં અર્જુન મુદલીયાર તેનો ભાઈ ભરત મુદલીયાર અને બન્ને ભાઈની માતા નિર્મલા મુદલીયાર જેલની હવા ખાઈ ચુક્યા છે. જેમાં મુખ્ય આરોપી અર્જુન તો હજુ પણ પાસા હેઠળ જેલમાં બંધ છે. જ્યારે ભરત અને તેની માતા નિર્મલા મુદલીયાર જામીન પર બહાર છે. હાટકેશ્વરમાં વેપારી પર થયેલા હુમલાના કેસમાં JCP અને DCP જેવા ઉચ્ચ અધિકારીઓના દબાણથી સમગ્ર અમરાઈવાડી પોલીસ દિવસ રાત દોડતી થઈ હતી.

Amraiwadi brother war: જેમાં 15 દિવસની આકરી મહેનત બાદ આરોપી અર્જુન મુદલિયાર વટવાથી ઝડપાયો હતો. અને બાદમાં અર્જુનની માતા અને તેના ભાઈની પણ ધરપકડ કરવામાં આવી હતી…આ કેસમાં પોલીસની કડક કાર્યવાહી બાદ પણ માં-બેટા સુધરવાનું નામ નથી લેતા અને પોતાના માથા પર માનસિક ખુન સવાર લઈને ફરે છે.અર્જુન જેવા લંબરમુછિયાને સાથ સહકાર આપનાર હાટકેશ્વરના કુખ્યાત લાકડા ગેંગના મુખ્ય સૂત્રધાર યોગેશ દદ્દાને પોલીસે બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને હાટકેશ્વર શાક માર્કેટમાં મુર્ગો પણ બનાવ્યો હતો.

આ પણ વાંચો: Credit-debit card: CAIT એ સરકાર પાસે ક્રેડિટ-ડેબિટ કાર્ડના ઉપયોગ પર લગાતા બેન્ક ચાર્જને લઈને કરી આ માગણી; જાણો વિગત

પોલીસની આટલી કડક કાર્યવાહીથી પણ આરોપી પરીવારને કંઈજ લાજ શરમ નથી આ લોકોને રદ્દીભર પણ ફરક નથી પડતો. હવે અત્યારે ભરત મુદલીયારે અમરાઈવાડીના હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા વૃદ્ધ વ્યકિત આદીમુલમ બલરામ કવંડર પર ધારદાર ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો છે. જેમા વૃદ્ધ વ્યકિતના પેટના ભાગે 2 ઉંડા ધા મારવાામાં આવ્યા છે. વૃદ્ધ વ્યકિત હાલ એલ.જી.હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.

પોલીસે આરોપી ભરતને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ અહીંયા સવાલએ છે કે મુદલીયાર એન્ડ ફેમેલીને કાયદા કાનૂનનો કંઈ ડર નથી રહ્યો….? થોડા દિવસ અગાઉ ભરત મુદલીયારે એક મહીલાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસમાં 5 વાર ફરીયાદ કરવા છતાય પણ એમા પોલીસે હજુ સુધી કંઈજ કાર્યવાહી નથી કરી. જો અગાઉ આ જ કેસમાં કડક કાર્યવાહી કરી હોત તો આજે આ બનાવ ના બન્યો હોત. પરંતુ હવે જોવાનું છે કે અમરાઈવાડી પોલીસ આરોપીને પકડીને શુ કાર્યવાહી કરે છે..? આ બન્ને આરોપી સગા ભાઈને “ગુજસીટોક” એટલે કે ગુંડા એક્ટ હેઠળ જેલમાં ઘકેલવામાં આવે તો જ વિસ્તારમાં આવા અસામાજિક તત્વોથી વિસ્તારમાં લોકોને શાંતિ મળી શકે તેમ છે.

Whatsapp Join Banner Guj