Nitin Gadkari

Electric vehicle: કેન્દ્રીય પરિવહન મંત્રીએ આપી ખાતરી; બે વર્ષ બાદ સસ્તા થશે ઇલેક્ટ્રિક વાહન; અત્યારે મોંઘા હોવાનું આ છે કારણ

Electric vehicle: ઇલેક્ટ્રિક વાહનો પર GST માત્ર 5 ટકા છે: નીતિન ગડકરીએ

નવી દિલ્હી, ૦૯ નવેમ્બર: Electric vehicle: પેટ્રોલ અને ડીઝલ મોંઘા હોવા છતાં લોકો ઇચ્છે તો પણ ઇલેક્ટ્રિક વાહન ખરીદી શકતા નથી. તેનું એક મોટું કારણ એ છે કે ઇલેક્ટ્રિક વાહનની કિંમત પેટ્રોલ કરતા ઘણી વધારે છે, પરંતુ આગામી બે વર્ષમાં પરિસ્થિતિ બદલાવાની છે. કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ વાતની ખાતરી આપી છે. નીતિન ગડકરીના મતે આગામી બે વર્ષમાં પેટ્રોલ કાર અને ઈલેક્ટ્રિક કારના ભાવ એક સરખા થઈ જશે. તેમણે દાવો કર્યો હતો કે બે વર્ષ બાદ પેટ્રોલ અને ઇલેક્ટ્રિક વાહનો સમાન કિંમતે વેચવા લાગશે. હાલમાં બંને વાહનોની કિંમતમાં ઘણો તફાવત છે.

Electric vehicle: સસ્ટેનેબિલિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત વેબિનારમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનો પર GST માત્ર 5 ટકા છે, જ્યારે પેટ્રોલ વાહનો પર તે ઘણો વધારે છે. ઇલેક્ટ્રિક વાહનોની ઊંચી કિંમત પાછળ લિથિયમ બેટરી છે. લિથિયમ બેટરીની કિંમત ઘટાડવા માટે કામ ચાલી રહ્યું છે. લિથિયમ બેટરીની કિંમત ઘટતાની સાથે જ ઇલેક્ટ્રિક વાહનોના ભાવ ઘટશે અને પછી ઇલેક્ટ્રિક વાહનો પણ પેટ્રોલ વાહનોની જેમ જ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો: No sunlight village: આ ગામમાં 3 મહિના નથી આવતો સૂર્ય પ્રકાશ, દિવસે પણ હોય છે રાત જેવુ અંધારુ..!

વધુમાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે લિથિયમ બેટરીની કુલ જરૂરિયાતના 81 ટકા સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. સસ્તી બેટરી કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય તેના પર પણ સંશોધન ચાલી રહ્યું છે. આટલું જ નહીં, ઓટોમોબાઇલ કંપનીઓ ઇલેક્ટ્રિક સેગમેન્ટ પર પણ ફોકસ કરી રહી છે. જેના કારણે ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગને વેગ મળી રહ્યો છે. અમારું લક્ષ્ય છે કે 2030 સુધીમાં 30 ટકા પ્રાઈવેટ કાર, 70 ટકા કોમર્શિયલ કાર અને 40 ટકા બસો ઇલેક્ટ્રિક હોવી જોઈએ. મંત્રીએ કહ્યું કે આ વાહનોને પાવર કરવા માટે વીજળી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જેમ કે સૌર અને બાયોમાસમાંથી ઉત્પન્ન કરવામાં આવશે અને અત્યંત કાર્બન ઉત્સર્જન કરતા કોલસામાંથી નહીં.

Whatsapp Join Banner Guj