880c6f27 f6ee 4afe bbbf fc64f54fb420

App launch: નવરાત્રીના પ્રથમ દિવસે રાજ્ય મંત્રી પુર્નેશ મોદી એ માતાજીના લીધા આશિષ

App launch: પુર્નેશ મોદી એ જણાવ્યું હતું કે આ એપ દશેરા થી પ્લે સ્ટોર માં જોવા મળશે અને લોકો પોતાની ફરિયાદ ઘરે બેઠા જ સરકાર સુધી પહોંચાડી શક્સે જેમાં પ્રજા નો સમય સાથે ખર્ચ પણ બચશે અને ફરિયાદ સીધી સરકાર સુધી પહોંચશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૭ ઓક્ટોબર:
App launch: આજે નવરાત્રીના પ્રથમ દિવસે રાજ્ય મંત્રી પુર્નેશ મોદી એ પોતાના 5 વિભાગો ની વેબસાઈટ સાથે એપ લોન્ચ કરી હતી પુર્નેશ મોદી વહેલી સવારે માતાજી ની મંગળા આરતી માં દર્શને પહોંચ્યા હતા જ્યાં સજોડે માતાજી ની પૂજા અર્ચના સહિત કપૂર આરતી કરી હતી જ્યાં મંદિર ના વહીવદાર એસ જે ચાવડા એ મંત્રી પુર્નેશ મોદીને યંત્ર ભેટ અર્પણ કર્યું હતું અને ત્યાર બાદ પુર્નેશ મોદી એ માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ ના પણ આશીર્વાદ લીધા હતા.

આજ ના શુભ પ્રસંગે પુર્નેશ મોદી એ પોતાના 5 વિભાગ ની લોકો માટે લોકો ની દાદ ફરિયાદ માટે પૃનેશ એપ તથા વેબસાઈટ પણ લોન્ચ કરી હતી પુર્નેશ મોદી એ જણાવ્યું હતું કે આ એપ દશેરા થી પ્લે સ્ટોર માં જોવા મળશે અને લોકો પોતાની ફરિયાદ ઘરે બેઠા જ સરકાર સુધી પહોંચાડી શક્સે જેમાં પ્રજા નો સમય સાથે ખર્ચ પણ બચશે અને ફરિયાદ સીધી સરકાર સુધી પહોંચશે સાથે તેમણે જણાવ્યું હતું કે આજ થી નવરાત્રી નો પ્રારંભ થયો છે.

આ પણ વાંચોઃ Rainfall forecast: નવલા નોરતામાં વરસાદ આવવાના એંધાણ, હવામાન વિભાગે કરી આગાહી- વાંચો વિગત

ત્યારે સરકાર દ્વારા પણ નવરાત્રી મહોત્સવ નું આયોજન કર્યું હોવાની માહિતી આપી હતી અને નવરાત્રી ના નવે દિવસ અલગ અલગ મંત્રીઓ અલગ અલગ શક્તિપીઠો ઉપર જઈ નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરશે સાથે તેમણે મોદી સરકાર ના 20 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા હતા અને દેશ વિશ્વ સત્તા ગુરુ બને તેવી આશા વ્યક્ત કરી હતી સાથે વડાપ્રધાન નકોડા નવરાત્રી કરતા હોય છે ત્યારે માતાજી તેમને શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરી હતી.

Whatsapp Join Banner Guj