Flora one day collector

one day collector flora death: એક દિવસ માટે ક્લેક્ટર બનેલી ફ્લોરાનું નિધન, અંતિમ ઇચ્છા થઇ હતી પૂર્ણ

one day collector flora death: કેન્સર સામે લડતા લડતા ગુજરાતની આ બહાદૂર દીકરી ફ્લોરાનું આખરે નિધન થયું

અમદાવાદ, 07 ઓક્ટોબરઃone day collector flora death: થોડા સમય પહેલા અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા એક કેન્સર પીડિતા બાળકી ફ્લોરાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી તેને એક દિવસ માટે કલેક્ટર બનાવી હતી. ફ્લોરા છેલ્લા ઘણા સમયથી કેન્સર સામે લડી રહી હતી. જોકે દુઃખની વાત એ છે કે કેન્સર સામે લડતા લડતા આ બહાદૂર દીકરી ફ્લોરાનું આખરે નિધન થયું છે

અમદાવાદ જિલ્લા કલેક્ટરે માહિતી આપતા ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે બહાદુર દીકરી ફ્લોરા આસોડીયાના નિધનથી વ્યથિત છું. એક અસાધારણ પ્રતિભાશાળી બાળક અને વિશ્વાસ સાહસ અને શક્તિથી ભરેલ આત્માને કોટી કોટી નમન. પરિવાર પ્રત્યે સંવેદના. આપણી સારી યાદો કાયમ માટે યાદગાર રહેશે.

આ પણ વાંચોઃ App launch: નવરાત્રીના પ્રથમ દિવસે રાજ્ય મંત્રી પુર્નેશ મોદી એ પોતાના 5 વિભાગોની વેબસાઈટ સાથે એપ લોન્ચ કરી, માતાજીના લીધા આશિષ

Whatsapp Join Banner Guj