Cattle hit vande bharat train: વંદેભારત ટ્રેનને નડ્યો અકસ્માત, રખડતા ઢોર અડફેટે આવતા આગળના ભાગને મોટુ નુકશાન

Cattle hit vande bharat train: અમદાવાદથી વટવા વચ્ચેના રુટમાં ચાર ભેંસ વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું છે

અમદાવાદ, 06 ઓક્ટોબરઃCattle hit vande bharat train: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મુંબઈથી અમદાવાદ વચ્ચેની દોડાનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ટ્રેન શરૂ થયાના ચાર દિવસમાં જ ટ્રેનને અકસ્માત નડ્યો છે. અમદાવાદથી વટવા વચ્ચેના રુટમાં ચાર ભેંસ વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું છે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રખડતાં ઢોરનો આતંક યથાવત છે. શહેરના અનેક વિસ્તારોમાં જાહેરમાં રસ્તા પર ઢોર ફરી રહ્યા છે. રસ્તા પર જાહેરમાં ઘાસ નહીં વેચવાનો આદેશ થયા પછી પણ શહેરના રસ્તાઓ પર ખુલ્લેઆમ ઘાસચારો વેચાઈ રહ્યો છે. AMCના દાવા માત્ર કાગળ પર જ છે, રસ્તાઓ પર ઢોર અડિંગો જમાવીને બેઠાં છે.

અગાઉ CNCD વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ તેમને ફરીથી ફરજ ઉપર લેવામાં આવ્યા હતા. જો કે વિવાદ વકરતાં આજે ફરી સ્ટેન્ડિંગ કમિટીમાં અધિકારીઓને ફરજ મોકૂફી બાદની કામગીરી કમિશ્નરને સોંપવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે. રખઢતાં ઢોરનો આતંક દૂર કરવા હાઈકોર્ટ પણ ફટકાર લગાવી હતી, તેમ છંતા કોઇ એક્શન લેવામાં આવી રહ્યુ નથી.

આ પણ વાંચોઃ Railway crossing overbridge work in progress: સાયણ-કુડસદ સ્ટેશન વચ્ચેના રેલ્વે ક્રોસિંગ ઓવરબ્રિજ નિર્માણ કાર્ય પ્રગતિમાં હોવાથી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો

આ પણ વાંચોઃ Review meeting: કેન્દ્રીય ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાઇ પ્રાકૃતિક ખેતી અને ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠક

Gujarati banner 01