Bharat jodo yatra update

Bharat jodo yatra update: રાહુલ માતા સોનિયા ગાંધીના જૂતાની દોરી બાંધતા જોવા મળ્યા, સોશિયલ મીડિયા પર દિકરાના થઇ રહ્યા છે વખાણ

Bharat jodo yatra update: આજે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે માતા સોનિયા ગાંધી પણ જોડાયા

નવી દિલ્હી, 06 ઓક્ટોબરઃBharat jodo yatra update: એકવાર કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાનો સાથ મેળવવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે. એજ કારણ છેકે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસનું આખે આખું મોવડી મંડળ રસ્તા પર ઉતરીને ભારત જોડો યાત્રા કરી રહ્યું છે. ત્યારે આજે ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના યુવરાજ કહેવાતા રાહુલ ગાંધી તેમના માતા સોનિયા ગાંધીના જૂતાની દોરી બાંધતા જોવા મળ્યાં.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફેસબુક પર કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ હંમેશા લોકતંત્ર અને સદભાવને જ પાર્ટીની આધારશીલાના સ્વરુપે સશક્ત કર્યા છે. તેઓ આજે દેશમાં તે જ મૂલ્યોની રક્ષા માટે ચાલી રહ્યા છે. મને ગર્વ છે કે હું તેમના સાથે ચાલી રહ્યો છું.

આ પણ વાંચોઃ Cattle hit vande bharat train: વંદેભારત ટ્રેનને નડ્યો અકસ્માત, રખડતા ઢોર અડફેટે આવતા આગળના ભાગને મોટુ નુકશાન

માતા પ્રત્યેની રાહુલ ગાંધીની લાગણી જોઈને લોકો આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. વાત એમ છેકે, કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી કર્ણાટકમાં ગુરુવારે ભારત જોડો યાત્રામાં સામેલ થયા છે. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી સાથે પદયાત્રા પણ કરી હતી. પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધી ક્યારેક પોતાની માતાના ખભે હાથ રાખીને ચાલતા નજરે આવ્યા તો ક્યારેક તેઓ માતાના જૂતાની દોરી બાંધતા દેખાયા. સોનિયા ગાંધીના જૂતાની દોરી બાંધતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. લોકો રાહુલ ગાંધીની પ્રશંસા પણ કરી રહ્યા છે.

સોનિયા ગાંધી કર્ણાટકના માંડ્યામાં રાહુલ ગાંધીના નેતૃત્વમાંથી પસાર થઈ રહેલી પદયાત્રામાં સામેલ થયા હતા. સોનિયા રાહુલ સાથે પગપાળા ચાલ્યા પણ હતા. ભારત જોડો યાત્રા આજે કર્ણાટકના પાંડવપુરાથી નાગમંગલા તાલુક સુધી જશે. થરુરે કહ્યું- મા તો મા હોય છે. તેઓ શ્વાસ પણ લે તો તેમાં પણ આશિર્વાદ હોય છે.

આ પણ વાંચોઃ Railway crossing overbridge work in progress: સાયણ-કુડસદ સ્ટેશન વચ્ચેના રેલ્વે ક્રોસિંગ ઓવરબ્રિજ નિર્માણ કાર્ય પ્રગતિમાં હોવાથી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો

Gujarati banner 01