CM reached the morbi accident site: મચ્છુ નદી બ્રિજ દુર્ઘટના સ્થળ પર CM પહોંચ્યા, મુખ્યમંત્રી રાહતફંડમાંથી મૃત્યુ પામેલના પરિવારને 4 લાખ સહાય

CM reached the morbi accident site: હોસ્પિટલમાં અત્યાર સુધી 77 જેટલા મૃતદેહો અંદાજિત લાવવામાં આવ્યા છે. 25 થી વધુ બાળકો તેમાં સામેલ હોવાનું પણ સામે આવી રહી છે. મૃતકમાં સૌથી વધુ બાળકો, મહિલાઓ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

મોરબી, 30 ઓક્ટોબર: CM reached the morbi accident site: મુખ્યમંત્રી મોરબી ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ઘટના વિશેની વિસ્તૃત જાણકારી તેઓ રૂબરૂ ત્યાં જઈને મેળવશે. મુખ્યમંત્રી સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ દુર્ઘટના સ્થળે પહોંચ્યા છે. મોરબીમાં અત્યારે માતામ અને શોકનો માહોલ છે. આ શોકનો માહોલ ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હોસ્પિટલમાં પણ જશે.  

મળતી વિગતો અનુસાર હોસ્પિટલમાં અત્યાર સુધી 77 જેટલા મૃતદેહો અંદાજિત લાવવામાં આવ્યા છે. 25 થી વધુ બાળકો તેમાં સામેલ હોવાનું પણ સામે આવી રહી છે. મૃતકમાં સૌથી વધુ બાળકો, મહિલાઓ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.    

CM morbi hispital

મચ્છુ નદી કેબલ બ્રિજ તૂટતા થયેલ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી રાહતફંડ માંથી બનેલ દુર્ઘટનાને કારણે મૃત્યુ પામેલના પરિવારને 4 લાખ, ઈજાગ્રસ્ત થયેલા લોકો માટે 50 હજારની સહાયની રકમ જાહેર કરવામાં આવે છે.    

Advertisement

પ્રધાનમંત્રી દ્વારા પ્રધાનમંત્રી રાહતફંડમાંથી બનેલ દુર્ઘટના મૃત્યુ પામેલ માટે બે લાખની રકમ જાહેર કરવામાં આવેલ છે. હાલમાં રેસક્યુની કામગીરી ચાલુમાં છે.  

મોરબી જિલ્લાના મોરબી શહેરમાં મચ્છુ નદી ઉપર સહેલાણીઓ માટે ચાલીને ફરવા જવા માટેનો ઝૂલતો પુલ દરબારગઢ અને એલ.ઇ. કોલેજની વચ્ચે આવેલ છે. જે પુલ આજ રોજ સાંજના સમયમાં અનિવાર્ય સંજોગોના કારણે તૂટી ગયેલ. જેમાં સહેલાણીઓ મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગયેલ હોવાના સમાચાર મળતાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા દુઃખની લાગણી વ્યક્ત કરી વહીવટીતંત્રને તાત્કાલિક આદેશો કરતાં જામનગર થી SRP ની ટીમ, રાજકોટથી SDRF ની 3 પ્લાટૂન અને રાજકોટ ફાયર બ્રિગેડની 10 બોટો સાથે ટીમો તેમજ 108 એમ્બ્યુલન્સ અને અન્ય નજીકના સ્થળની તમામ એમ્બ્યુલન્સ વાનોને તથા એરફોર્સ જામનગરથી ગરૂડ કમાન્ડો તથા ભુજ અને સુરેન્દ્રનગરથી આર્મીની બે કોલમ તાત્કાલિક રવાના કરવામાં આવેલ તેમજ ગાંધીનગરથી NDRFની 2 ટીમો તથા વડોદરાથી 2 ટીમ રવાના કરવામાં આવેલ તેમજ ARMY, AIRFORCE અને RAF ની ટીમો પણ મોકલવામાં આવેલ છે.

આ પણ વાંચો..Morbi Death & Rescue update: મોરબી સિવિલમાં મૃત્યુઆંક 60 પર પહોચ્યો, મોરબીમાં પુલ અકસ્માત પહેલાનો વિડીયો વાયરલ

Advertisement
Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *