Morbi Rescue update

Morbi Death & Rescue update: મોરબી સિવિલમાં મૃત્યુઆંક 60 પર પહોચ્યો, મોરબીમાં પુલ અકસ્માત પહેલાનો વિડીયો વાયરલ

Morbi Death & Rescue update: ઋષિકેશ પટેલ મોરબી સિવિલ હોસ્પિટલ પહોચ્યા

મોરબી, 30 ઓક્ટોબર: Morbi Death & Rescue update: મોરબીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અરેરાટી મચી ગઈ છે. સ્થાનિક ભાજપ નેતાએ જણાવ્યું કે, 60 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે. ભારતીય સેનાના જવાનો મોરબી રવાના અમદાવાદ ફાયર અને ઈમરજન્સી વિભાગ દ્વારા મોરબી શહેરના મચ્છુ નદી પર ઝૂલતા પુલની થયેલ દુર્ઘટના માટે ૧ સ્ટેશન ઓફિસર, ૧. સબ ઓફિસર અને 24 ફાયરમેન સ્ટાફ સાથે બચાવ કામગીરી માટે 3 રેસ્ક્યુ બોટ સહિતનો સ્ટાફ મોરબી જવા રવાના થયો છે.

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે આ હેતુસર એન.ડી.આર. એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગર થી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે એટલું જ નહીં રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. આ હેતુસર એન.ડી.આર. એફની 3 પ્લાટુન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો, આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે. એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે.   

Morbi rescue

પીએમ મોદી જઈ શકે છે મોરબી પીએમ મોદી હાલમાં કેવડિયા ખાતે હાજર છે. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી અહીંથી સીધા મોરબી જઈ શકે છે. હાલમાં મોરબી દુર્ઘટનાને પહોંચી વળવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા વધારવામાં આવી છે. 108ની 25 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર મૂકવામાં આવી છે.  

60 લોકોનાં મોત મોરબી કેબલ બ્રીજ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 60 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મોરબી સિવીલ હોસ્પિટલમાં 60 લોકોના મૃતદેહ પહોંચ્યા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન શરુ છે.   ભાજપે સ્નેહમિલન સમારોહ મોકૂફ રાખ્યો ભાજપ દ્વારા 1 નવેમ્બરે આયોજીત સ્નેહમિલનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. મોરબીમાં થયેલી બ્રીજ દૂર્ઘટના બાદ ભાજપે કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.  

32 લોકોના મોતનો પીટીઆઈનો દાવો મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થવાથી અત્યાર સુધીમાં 32ના મોત થયાનો સ્થાનિક સિવિલ હોસ્પિટલના અધિકારીને ટાંકીને પીટીઆઈએ દાવો કર્યો છે.  

શક્તિસિંહ ગોહિલે આપ્યું નિવેદન મોરબીમાં થયેલી દુર્ઘટનાને લઇ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. ભાજપના રાજમાં કેટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે એ પુલ તુટવાનું ઉદાહરણ છે. પાંચ દિવસમાં કરોડો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરીને ખુલ્લો મુકવામાં આવેલો પુલ કઈ રીતે તૂટી શકે તે સવાલ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો.

આ પણ વાંચો..Bridge collapse in Morbi 35 death: મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટવાથી 35ના મોત; CM અને ગૃહમંત્રી રૂબરૂ પહોંચશે

Gujarati banner 01