Manish doshi

Congress support Bharat bandh: ત્રણ કૃષિ કાળા કાયદા વિરોધમાં ભારત બંધને કોંગ્રેસનું સમર્થન: ડૉ. મનિષ દોશી

Congress support Bharat bandh: ખેડૂતોને પાક વિમો, સસ્તુ ખાતર અને બિયારણ, સિંચાઈની વ્યવસ્થા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે અને ખેડૂતોનુ દેવુ માફ કરવાની જગ્યાએ ઉદ્યોગપતિઓનું કરોડો રૂપિયાનુ દેવુ માફ કરે છે: પાલ આંબલીયા

  • ખેડૂત-ખેતી વિરોધી ત્રણ કાળા કાયદાઓને કારણે ગુજરાતમાં ૨૨૪માંથી ૧૧૪ APMC બંધ થવાને આરે.
  • ગુજરાતમાં ૧૫ APMC બંધ અને ૭ જેટલી APMC ની આવક સદંતર બંધ.

અમદાવાદ , ૨૫ સપ્ટેમ્બર: Congress support Bharat bandh: ખેડૂત – ખેતી વિરોધી ભાજપ સરકારના ત્રણ કાળા કાયદાથી દેશ-રાજ્યના ખેડૂત-પ્રજાને પાયમાલ કરવાની નીતિનો વિરોધ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષશ્રી પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, ફાર્મીંગ એક્ટ, APMC એક્ટ અને આવશ્યક ચીજવસ્તુઓના કાયદામાં અણઘડ ફેરફાર લાવીને ગુજરાતના ખેડૂત અને ખેતીને પાયમાલ કરવામાં આવી રહ્યાં છે

દેશના ૪૦૦ થી વધુ ખેડૂત સંગઠનો સહિત રાષ્ટ્રીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ, રાષ્ટ્રીય કિસાન મોરચા દ્વારા ૨૭ સપ્ટેમ્બરના રોજ આપવામાં આવેલ બંધનું કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે. ખેડૂતોને પુરતી અને નિયમીત વિજળી મળે, ખેતીનું ઉત્પાદન વધે, ખેડૂતને સસ્તુ સિંચાઈનું પાણી મળે, પુરતુ સિંચાઈનું પાણી મળે, ખેડૂતની પરસેવાની કમાણીને બજારમાં પોષણક્ષમ ભાવ મળે તે માટે કોંગ્રેસ પક્ષ સતત લડત લડી રહ્યો છે.

Congress support Bharat bandh: કૃષિ અને ખેડૂતોને નુકસાન કરતા કાળા કાયદાઓને કારણે ગુજરાતમાં ૨૨૪ માંથી ૧૧૪ APMC બંધ થવાને આરે છે. ૧૫ APMC સદંતર બંધ થઈ ગઈ છે. ૪ જેટલી APMCમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે. ૧૦ થી વધુ APMC માં કર્મચારીઓના પગાર પર કાપ મુકવામાં આવ્યો છે. ૭ જેટલી APMC માં આવક સદંતર બંધ થઈ ગઈ છે.

જેની સીધી અસર ગુજરાતના ખેડૂતો અને ખેતી પર જોવા મળે છે. ૨૪ કલાક વિજળી આપવાની વાતો કરતી ભાજપ સરકાર નવા ઈલેક્ટ્રીક કાનુન બીલ લાવી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. કોંગ્રેસ પક્ષ નવા ઈલેક્ટ્રીક બીલ, મજુર વિરોધી ચાર લેબર કોડ, ત્રણ કાળા કૃષિ કાયદાઓ સહિત કૃષિ – ખેડૂત વિરોધી કાયદાઓનો ‘‘ખેડૂત બચાવો – ખેતી બચાવો’’ ના નારા સાથે વિરોધ કરે છે.

આ પણ વાંચો…Pitru tarpan: ભાદરવા મહિનામાં પૂર્વજોને શ્રાદ્ધમાં ભેળવવા, તથા નારણબલી વગેરે વિશે જાણો, જ્યોતિષ આચાર્ય ડો.મૌલી રાવલ પાસેથી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વચન આપનાર ભાજપ સરકારના સાત વર્ષના શાસનમાં ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે. ખેડૂતોને પાક વિમો, સસ્તુ ખાતર અને બિયારણ, સિંચાઈની વ્યવસ્થા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે અને ખેડૂતોનુ દેવુ માફ કરવાની જગ્યાએ ઉદ્યોગપતિઓનું કરોડો રૂપિયાનુ દેવુ માફ કરે છે.

ભાજપ સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાંથી ૭ જેટલા તેલીબીયા, કઠોળ, ડુંગળી-બટાકા, જેવી વસ્તુઓને બાદ કરવામાં આવી છે જેની સીધી અસર ખેડૂતોની આવક ઉપર તેમજ તેના સંગ્રહ ખોરીને કારણે મોંઘવારી સ્વરૂપે જોવા મળી રહી છે.

ખેડૂતોના હક્કના પૈસા મળે, વાવેતરનુ સમયસર યોગ્ય વળતર અને ટેકાના ભાવો મળે તે માટે એમ.એસ.પી. નો કાયદો, ખેડૂતોને લઘુત્તમ ૧૦,૦૦૦ નું પેન્શન, લઘુત્તમ વેતન જે છેલ્લા પાંચ વર્ષથી રીવાઈઝ થયેલ નથી તે સત્વરે થાય તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. ૨૭ સપ્ટેમ્બરના શાંતીપૂર્ણ ભારત બંધમાં સૌ જનતા જોડાય તેવી કોંગ્રેસ પક્ષ અપીલ કરે છે.

Whatsapp Join Banner Guj