tauktae pti 11

cyclone effect in gujarat:વાવાઝોડામાં ગુજરાતના 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, આ 12 જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર નોંધાઇ..!

ગાંધીનગર, 19 મેઃcyclone effect in gujarat: વાવાઝોડા તાઉતેએ ગુજરાતના ૧૨ જીલ્લામાં વધારે તારાજી સર્જી છે.બુધવારે ગાંધીનગર સ્થિત એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં કુલ ૪૫ લોકોએ વાવાઝોડામાં જીવ ગુમાવ્યા છે.ચક્રવાતની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં થઇ છે જ્યાં ૧૫ લોકોના મોત થયા છે.

Whatsapp Join Banner Guj


અધિકારીના જણાવ્યા અનુસાર વાવાઝોડું સોમવાર રાતે રાજ્યના દરિયાકાંઠાએથી પસાર થયું હતું અને મધરાત દોઢ કલાકની આસપાસ તે રાજ્યમાં(cyclone effect in gujarat) પ્રવેશ્યું હતું.રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના એક અધિકારીએ કહ્યું હતું કે ભાવનગર અને ગીર-સોમનાથ જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં ૮-૮ લોકોએ જીવ ગુમાવ્યા છે.જયારે અમદાવાદમાં ૫,ખેડામાં બે, આણંદ, વડોદરા, સૂરત, વલસાડ, રાજકોટ, નવસારી અને પંચમહાલમાં એક-એક લોકોએ ચક્રવાતમાં જીવ ગુમાવ્યા છે,

ADVT Dental Titanium

અધિકારીના જણાવ્યા અનુસાર વાવાઝોડા દરમિયાન ૨૪ લોકોના મોત દીવાલપડવાના લીધે થયા હતા જયારે ૬ લોકોના મોત વૃક્ષ પડવાથી થયા હતા. આ ઉપરાંત ૫-૫ લોકોના મોત ઘર પડવાથી અને કરંટ લાગવાથી તો ૪ લોકોના મોત છત પડવાથી અને ૧ નું મોત ટાવર પડવાથી થયું હતું. ઉલ્લેખનીય છે કે તાઉતે વાવાઝોડાંના લીધે ગુજરાતના(cyclone effect in gujarat) અનેક જિલ્લાઓમાં સોમવાર મધરાતથી મંગળવાર રાત સુધી ભારે પવન સાથે વરસાદ પડયો હતો.જેના લીધે અનેક જાનમાલનું નુકશાન થયું હતું સાથે સાથે ખેતીને પણ પારાવાર નુકશાન થવા પામ્યું છે.

આ પણ વાંચો…..

PM visit: પીએમ મોદી ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું, સીએમ પણ રહ્યા પીએમની સાથે- જુઓ ફોટોઝ