6ecb0569 9f58 459a 8686 bd20d565214a

PM visit: પીએમ મોદી ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું, સીએમ પણ રહ્યા પીએમની સાથે- જુઓ ફોટોઝ

ભાવનગર, 19 મેઃ પીએમ નરેન્દ્ર મોદી (PM visit) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનએ 1 કલાકને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યુ હતું, જેના બાદ હવે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા છે. હવે ભાવનગરથી અમદાવાદ અમદાવાદ આવવા રવાના થશે. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM visit) સાથે મુખ્યંમત્રી વિજય રૂપાણી પણ આ હવાઈ નિરીક્ષણમાં જોડાયા છે. બંને હાલ વાયુસેનાના હેલિકોપ્ટરથી સૌરાષ્ટ્રના વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. તેઓ સૌથી વધુ અસરગ્રસ્ત ત્રણ જિલ્લા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું નિરીક્ષણ કરવાના છે. સાથે જ તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

વડાપ્રધાન મોદી(PM Modi) પહોંચ્યા ભાવનગર, સીએમ રુપાણીએ ટ્વિટ કરી આપી જાણકારી- જુઓ ફોટો

ADVT Dental Titanium