covid positive story: 10 દિવસ વેન્ટિલેટર પર રહી આ બાળકીએ આપી કોરોનાને માત, બની દેશની સૌથી નાની કોરોના વોરિયર- વાંચો સંપૂર્ણ માહિતી

ભુવનેશ્વર, 19 મેઃcovid positive story: દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, તેમાં હવે વાવાઝોડુ…ચારે તરફથી નકારાત્મક વાતો જ સાંભળવા મળે છે. તેવામાં જ એક હૃદય સ્પર્શી ઘટના સામે આવી છે. તાજેતરમાં ઓરિસ્સામાંથી પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. ઓરિસ્સામાં કોરોનાવાઈરસ સંક્રમણનો સામનો કરી રહેલી એક મહિનાની નવજાત બાળકીએ લોકોના ચહેરા પર હાસ્ય લાવી દીધું છે.

સામાન્ય રીતે જ્યારે કોરોના પોઝિટિવ કે વેન્ટિલેટર પર રહેવાની વાત આવે છે ત્યારે દર્દી અને પરિવારના સભ્યો ઘભરાઇ જાય છે. અને નિરાશ થઇ જાય છે. પરંતુ તે સમયે પોઝિટિવિટી અને જીવવાની આશા સાથે મનોબળ મક્કમ રાખવાની જરુર છે. એક મહિનાની બાળકી જે દસ દિવસ વેન્ટિલેટર પર રહી તેણે કોરોના પર જીત(covid positive story) મેળવી છે. જી, હા આ વાત છે ભુવનેશ્વરની એક હોસ્પિટલમાં દાખલ નવજાત બાળકીએ 10 દિવસની અંદર કોરોનાને હરાવી દીધો. આ માસૂમ બાળકીને 10 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ બાળકી કોરોનાવાઈરસને હરાવીને દેશની સૌથી નાની કોરોના વોરિયર બની છે.

Whatsapp Join Banner Guj

બાળકીને જન્મના બે અઠવાડિયા પછી કોરોનાવાઈરસ થયો હતો. ત્યારબાદ તેને કાલાહાંડીથી ભુવનેશ્વરની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. અહીં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં નવજાત બાળકીને 10 દિવસ સુધી ICU વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. બાળકીની સારવાર કરી રહેલા ડૉ. અરિજીત મહાપાત્રાના જણાવ્યા પ્રમાણે, બાળકીને રેમડેસિવિર, સ્ટેરોઈડ, અને વિવિધ પ્રકારની એન્ટિબાયોટિક આપીને તેની સારવાર કરવામાં આવી હતી. લગભગ ત્રણ સપ્તાહ સુધી આ જ પ્રકારની સારવાર કરવામાં આવી હતી. હવે બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ છે અને તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ડૉક્ટરે આગળ કહ્યું કે, આ કોઈ ચમત્કારથી ઓછું નથી.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

cyclone effect in gujarat:વાવાઝોડામાં ગુજરાતના 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, આ 12 જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર નોંધાઇ..!