Ambaji sucide

Danta lover sucide: દાંતા ના સેબલીયા ગામની નદીની સીમમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૯ સપ્ટેમ્બર:
Danta lover sucide: દાંતા તાલુકાના સેબલીયા ગામની સીમમાં બે પ્રેમી પંખીડા એ ગળે ટુંપો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી લેલાની ઘટના અંગે દાંતા પોલીસ ને જાણ થતા દાંતા પોલીસ ઘટના સ્થળે પહોચી સમગ્ર તપાસ હાથ ધરીછે

દાંતા તાલુકાના સેબલીયા ગામની નદીની સીમમાં પ્રેમી પંખીડાએ (Danta lover sucide) ઝાડની ડાળીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા બંનેના ઘટના સ્થળે જ મોત થયા છે. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયાં હતાં. જોકે આ ઘટનામાં મરણ જનાર યુવક ભોખરી ગામનો અને યુવતી નાગેલ ગામની હોવાનુ જાણવા મળેલ છે ને સાથે જીવવાના સાથે મરવાના કોલ સાથે ની આ ઘટના મા સાથે જીવવાનુ અશક્ય લાગતા આ પગલુ ભર્યા હોવાનુ ચર્ચાસ્પદ બન્યુ છે.

આ પણ વાંચો…fake currency: અમદાવાદમાં નકલી નોટનો કાળો કારોબાર : SOG ક્રાઇમએ કર્યો પર્દાફાશ

દાંતાના સેબલીયા ગામની સીમમાં (Danta lover sucide) આવેલા નદી પાસે એક ઝાડ પર બે પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પોલીસ બન્ને ના મૃતકોના મૃતદેહને નીચે ઉતારી વધુ તપાસ આદરવામાં આવી છે અને દાંતા સિવિલમાં બન્નેના મૃતદેહને પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Whatsapp Join Banner Guj